Surendranagar news: જેલમાં સજા કાપી રહેલા કેદીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જેલમાં સજા કાપ

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જેલમાં સજા કાપી રહેલા કેદી અજિત મકવાણાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. માહિતી મુજબ કેદીએ શેમ્પૂ પાણીમાં નાખી પી લીધો અને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો.
કેદીને સારવાર અર્થે કર્યો દાખલ
તે જેલ સ્ટાફ પર દબાણ પાડવાના પ્રયાસમાં પણ હતો અને જેલ સિપાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જેલ તંત્રએ તાત્કાલિકના ધોરણે કેદીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે કેદીનો જીવ આખરે બચ્યો હતો.
જેલ તંત્રે કેદી સામે ગુનો દાખલ કર્યો
સુરેન્દ્રનગરમાં આ પ્રથમ વખત છે જ્યારે કેદી જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. જેલ તંત્રે કેદી સામે ગુનો દાખલ કર્યો છે અને સમુચિત કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના પછી જેલ તંત્રે અંદર સુરક્ષા અને સુધારા માટે તાત્કાલિક પગલાં લેવા શરૂ કર્યા છે.






