Video/ ધુમ્મસમાં અકસ્માતો અટકાવશે Surendranagarના વિદ્યાર્થીઓની નવી શોધ: 5 કિમી દૂરથી જ મળશે ચેતવણી
તાજેતરમાં દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભારે ધુમ્મસ અને 'ઝીરો વિઝિબિલિટી'ના કારણે થયેલા શ્રેણીબદ
તાજેતરમાં દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભારે ધુમ્મસ અને 'ઝીરો વિઝિબિલિટી'ના કારણે થયેલા શ્રેણીબદ્ધ અકસ્માતોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. (ITI) ના વિદ્યાર્થીઓએ એક ક્રાંતિકારી ટેકનોલોજી વિકસાવી છે, જે ભવિષ્યમાં હાઈવે પર હજારો લોકોના જીવ બચાવી શકે છે.
શું છે આ નવી સિસ્ટમ?
વિદ્યાર્થીઓએ 'ઇન્ટેલિજન્ટ એક્સિડન્ટ એન્ડ ડિટેક્ટ સિસ્ટમ' (Intelligent Accident and Detect System) નામની અત્યાધુનિક સિસ્ટમની શોધ કરી છે. આ એક ઇનોવેટિવ કન્સેપ્ટ છે જેમાં ગાડીઓમાં ખાસ પ્રકારના ટ્રાન્સમીટર અને રીસીવર લગાડવામાં આવે છે.
સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતા
જ્યારે હાઈવે પર કોઈ અકસ્માત સર્જાય અથવા ધુમ્મસ હોય, ત્યારે આ સિસ્ટમ 5 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં આવતી અન્ય ગાડીઓને અગાઉથી જ અકસ્માતની જાણકારી આપી દે છે.
આનાથી પાછળથી આવતા વાહનચાલકો સમયસર સાવચેત થઈ શકે છે અને મોટા અકસ્માતો નિવારી શકાય છે.
વાઇબ્રન્ટ ગુજરાતમાં મળી પ્રશંસા
સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ.ના આ તેજસ્વી વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ રજૂ કર્યો હતો, જ્યાં તેમની આ શોધને ખૂબ જ આવકારવામાં આવી હતી. સુરક્ષાના પાસાને ધ્યાને રાખીને હવે આ પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.







