ગુજરાતમાં પતંગની દોરીથી ગળું કપાતા વધુ એક વ્યક્તિનું મોત, જાણો ક્યાં બની ઘટના
રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ પતંગની દોરી ઘાતક બની રહી છે. અમદાવાદ, મહેસાણા અને નડિયા

રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ પતંગની દોરી ઘાતક બની રહી છે. અમદાવાદ, મહેસાણા અને નડિયાદમાં પણ પતંગની દોરીને ગળામાં આવતા લોકોના મોત થયા છે. આ ઘટના ઓછી હોય તેમ સુરતમાં બીજો પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ ઉપર કાતિલ પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું હતું.
ઘર તરફ આવતાં મોત
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો શૈલેષ એસ.વસાવા (ઉ.વર્ષ 37) હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડી સાંજે મૃતક યુવક તેની પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ઘટના બની હતી. લોહીથી લથપથ હાલતમાં હાજર લોકો યુવકને કીમ ગામની સાધના હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઉત્તરાયણ ના દોઢ મહિના અગાઉથી કાતિલ પતંગના દોરાનો કહેર સામે આવતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
પતંગની દોરીએ લીધો જીવ
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ચાઇનીઝ પતંગની દોરીથી 27 વર્ષીય બાઇક સવારનું ગળું કપાતા તેનું મોત થયું હતું. આ પહેલા નડિયાદમાં પણ પતંગની દોરીથી એક યુવતીનું મોત થયું હતું. નડિયાદના વાણીયાવાડથી ફતેપુરા રોડ તરફ જતી એક્ટિવા ચાલક યુવતીનું ગળું પતંગની દોરીથી કપાઇ જતા મોત થયું હતું.








