મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ધાર્મિક યંત્રની આડમાં ચાલતું ત્રીજું જુગારધામ ઝડપાયું, વાસ્તુશાસ્ત્રના પ્રમોશનના નામે ચાલતો ખેલ

સમગ્ર ગુજરાતમાં ટીવી સ્કેનર મશીન મારફતે ઓનલાઈન વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની આડમ

સુરત/ ધાર્મિક યંત્રની આડમાં ચાલતું ત્રીજું જુગારધામ ઝડપાયું, વાસ્તુશાસ્ત્રના પ્રમોશનના નામે ચાલતો ખેલ

સમગ્ર ગુજરાતમાં ટીવી સ્કેનર મશીન મારફતે ઓનલાઈન વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની આડમાં ધમધમતું વધુ એક જુગારધામ ઝડપાયું છે. ઓનલાઇન જુગાર રમાડતા ઠગબાજો કંપની દ્વારા વાસ્તુ યંત્ર તથા શ્રી યંત્ર સહિતના યંત્રના વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની વાતો કરી ઓનલાઈન જુગાર રમાડે છે. ઓનલાઈન જુગારધામને ઝડપી પાડી કુલ 14 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સવારે આઠ વાગ્યે આઈડી પાસવર્ડથી લોગીન થતું

ઓનલાઇન આઈડી પાસવર્ડ આપી દરરોજ નિયમિત બેલેન્સ ચેક કરનાર ઓનેસ્ટ ટુ ઓનલાઇન માર્કેટિંગ એજન્સીના અમિતભાઈ ભટ્ટને વોન્ટેડ જાહેર કરાયો છે. ઓનલાઇન જુગાર રમાડતા લોકો ઓનેસ્ટ વન અને ઓનેસ્ટ ટુ એમ બે પ્રકારની અલગ અલગ માર્કેટિંગ એજન્સી ધરાવે છે. ઓનલાઇન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઈજીની આડમાં ભાડાની દુકાનો ફ્રેન્ચાઇઝી પર મેળવી ઓપરેટ કરે છે. તેઓ દરરોજ સમગ્ર ગુજરાતમાં તેઓની ટીવી ડિસ્પ્લે પર એક સાથે સવારમાં આઠ વાગ્યે આઈડી પાસવર્ડથી લોગીન કરાવે છે. ત્યારબાદ વાસ્તુ યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન સોફ્ટવેર દ્વારા યંત્ર વિજેતા જાહેર કરી જુગાર રમાડે છે. ઓનલાઇન જુગારમાં વિજેતા ગ્રાહકને નવ ગણી રકમ ચૂકવવામાં આવે છે.

અલગ અલગ ચીઠ્ઠીઓ મળી

વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી નસીબ આધારિત યંત્રનો ઓનલાઈન હાર જીતનો જુગારનો અખાડો ચાલતો હતો. કાપોદ્રાની ગાયત્રી નગર સોસાયટીમાં બિલ્ડીંગ નંબર 114 માં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં દરોડા પાડી આ પ્રકારનો જુગાર રમાડતી વધુ એક ગેંગને ઝડપી પાડી છે. પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા 1.04 લાખ, મોબાઈલ, ટીવી, સીપીયુ, બારકોડ, ટીગર ગન, પ્રિન્ટર, રાઉટર, અલગ અલગ યંત્રોમાં લગાવેલા રૂપિયાની બારકોડ ચિઠ્ઠીઓ, હિસાબની અલગ અલગ ચિઠ્ઠીઓ, ભાડાની ડાયરી, ભાડા કરાર, એજન્સી કરારો અને લાઈટ બિલ મળી કુલ રૂપિયા 2.26 લાખના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.    

વિજેતાને 500 ના બદલામાં 4500 પરત આપવામાં આવે

ઓનલાઇન જુગાર રમાડતા જુગારીયાઓ યંત્રના પ્રમોશનના નામે જુગારધામ ચલાવતા હતા. જેમાં તેઓ રૂપિયા 25થી 500 સુધી યંત્રમાં રોકાણ કરવાનું જણાવતા હતા. જે વ્યક્તિ રૂપિયા 500 નું યંત્રમાં રોકાણ કરે તો જો તે વિજેતા થાય તો તેઓને તેના બદલામાં નવ ગણી રકમ એટલે કે 4500 રૂપિયા ચૂકવવામાં આવતી હતી.

સ્લીપની રકમ આપી જુગાર રમાડાતો  

કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ઓનલાઇન રેકેટમાં હાઇકોર્ટના ચુકાદા મુજબ જો વાસ્તુશાસ્ત્રના પ્રમોશન માટે ડ્રો કરવામાં આવતા હોય તો સિલ્વર કોઈન કે ચાંદીનો સિક્કો આપવામાં આવતો હોય છે. પરંતુ આ ભેજાબાજ ઈસમો દ્વારા કોઈપણ પ્રકારના સિલ્વર કોઈન કે વસ્તુ આપવામાં આવતી નથી. પરંતુ માત્ર રકમની સ્લીપ કાઢી આપવામાં આવે છે. જેથી ગેરકાયદેસર રીતે વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની આડમાં જુગારધામ ચલાવે છે.

પકડાયેલા જુગારીયાઓની યાદી

હિતેશભાઇ અશોકભાઇ ધરવડીયા 
કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ 
બાલાભાઇ કરશનભાઇ મકવાણા 
ઘનશ્યામભાઇ સવજીભાઇ લખતરીયા 
જગદીશભાઇ રાજુભાઇ દુધરેજીયા 
ધવલભાઇ અશોકભાઇ રાઠોડ 
નિલેશભાઇ વિઠ્ઠલભાઇ જાદવ 
ભાવેશભાઇ અશોકભાઇ ઝાલા 
ભરતભાઇ ભીખાભાઇ લીંબડ 
ધર્મેશભાઇ બાવચંદભાઇ વાઘેલા 
હાર્દીકભાઇ મુકેશભાઇ મકવાણા 
મહેશભાઇ ઘોહાભાઇ બાવસીયા 
શૈલેષભાઇ ઘોહાભાઇ બાવસીયા 
જયેશભાઇ કાળુભાઇ સીરોયા 

આ સમાચાર શેર કરો