મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્મીમેરમાં થાઈ ગર્લના વિવાદ વચ્ચે વધુ એક ડોક્ટર લાલ આંખ સાથે ઝડપાયો, હોસ્ટેલના સરપ્રાઈઝ ચેકિંગમાં નશાબાજ ઝડપાયો

વિવાદોનું ઘર બની ગયેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલત

સ્મીમેરમાં થાઈ ગર્લના વિવાદ વચ્ચે વધુ એક ડોક્ટર લાલ આંખ સાથે ઝડપાયો, હોસ્ટેલના સરપ્રાઈઝ ચેકિંગમાં નશાબાજ ઝડપાયો

વિવાદોનું ઘર બની ગયેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતા રંગરેલિયાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં જ એક બીજા ડોક્ટરની કાળી કરતૂત સામે આવી છે. રેસિડન્ટ ડોક્ટરોએ જાણે સ્મીમેરની હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોય તે રીતે એક પછી એક ડોક્ટરના પરાક્રમ ખુલી રહ્યાં છે.ત્યારે ફોરેન્સિક વિભાગના ડોક્ટર હોસ્ટેલની સરપ્રાઈઝ ચેકિંગમાં લાલ આંખ સાથે સામે આવ્યાં હતાં. જેથી તપાસ કરતાં દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. 

હોસ્ટેલની તપાસમાં કરતૂત બહાર આવી

ડોકટર ઋત્વિક દરજી દ્વારા થાઈ ગર્લ હોસ્ટેલમાં લાવવાનો મામલો હજી શમ્યો નથી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે. હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન નશામાં મળી આવ્યો હતો. પાલિકાના ડેપ્યુટી કમીશ્નર, સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી. જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો.

પોલીસના હાથે સોંપાયો

તપાસ દરમિયાન તબીબ મૃગેન્દ્ર નલવાયાની આંખો લાલ જણાઈ આવતા શંકા જણાવી આવી હતી. જે બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું. જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો. પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેથી કરીને ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલતાં કાળા કામોની લીલા ઉજાગર થતાં તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

આ સમાચાર શેર કરો