મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ઉધનામાં ઉઠી પાણીની બૂમ, ગંદુ કલરવાળુ પાણી આવતા ટેન્કરનો સહારો લેવો પડતા લોકોમાં રોષ

સુરતમાં કાળજાળ ગરમી વચ્ચે પાણીની બૂમ ઉઠી છે. ઉધના ઝોન વિસ્તારમાં આવેલા સંજય નગર રોડ નંબર

સુરતના ઉધનામાં ઉઠી પાણીની બૂમ, ગંદુ કલરવાળુ પાણી આવતા ટેન્કરનો સહારો લેવો પડતા લોકોમાં રોષ

સુરતમાં કાળજાળ ગરમી વચ્ચે પાણીની બૂમ ઉઠી છે. ઉધના ઝોન વિસ્તારમાં આવેલા સંજય નગર રોડ નંબર 6માં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા ઉભી થઈ છે. કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે. જેથી કરીને પાલિકાના ટેન્કર મગાવવા પડતાં હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

600 મકાનોના રહીશો પરેશાન

રહીશોએ કહ્યું કે, અમે ગંદા પાણીની સમસ્યાથી ઘણા સમયથી પીડાઈ રહ્યાં છીએ. પરંતુ તેમ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતું નથી. જેના કારણે અમારી સમસ્યા કે રજૂઆતનું નિરાકરણ પણ આવતું નથી. અંદાજિત 600 મકાનોમાં ગંદુ પાણી આવતું હોવાથી લોકોને પાણીને લઈને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

કાયમી નિરાકરણની માગ

વહેલી સવારે પાલિકાનું પીવાનું પાણી ગંદુ અને કલર વાળું પાણી આવે છે. આ પાણીનો કોઈ પણ પ્રકારે ઉપયોગ થઈ શકે તેમ ન હોવાનું મહિલાઓએ રોષપૂર્વક જણાવતા ઉમેર્યું કે, ગંદુ પાણી આવતા હોવાના કારણે મહાનગરપાલિકાના ટેન્કરના સહારો લેવાનો વારો આવ્યો છે. જેથી અમારી માગ છે કે અમારા પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે.

આ સમાચાર શેર કરો