અમરેલી: MLA હિરા સોલંકીના જમાઈ પર હુમલા પ્રકરણમાં પોલીસે 12 શખ્સોને ઝડપ્યા
જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર હુમલો કરી

જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર હુમલો કરી અને સોનાના ચેઇન લૂંટની ઘટના આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા.પોલીસે બોટ માલિક,ખલાસીઓ સહિત ૧૨ શખ્સોને પકડી પાડી અદાલતમાં રજુ કરતા તા.૪ સુધી રિમાન્ડ મંજુર કર્યા છે.
બોટ માલિક,ખલાસીઓ સહિત ૧૨ શખ્સોને ઝડપ્યા
પ્રાપ્ત માહિતી પ્રમાણે,જાફરાબાદના ટી પોઇન્ટ જેટી પર બરફનું ટ્રેકટર આડેથી હટાવવા બાબતે ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને જિલ્લા ભાજપના યુવા મોરચા પ્રમુખ ચેતન શિયાળ અને તેના પિતાની એક બોટ માલિક સાથે બબાલ થતાં મારા મારી થઈ હતી જેમાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તાત્કાલિક ધોરણે ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:VIDEO: ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર હુમલો, ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા થઇ બબાલ
યશવંતભાઈ નારણભાઈ બારૈયા, (બોટ માલિક),
સિદ્ધાર્થભાઈ યશવંતભાઈ બારૈયા,
જેન્તીભાઈ ભાણાભાઈ બાળધીયા(ધંધો માછીમારી ખલાસી),
મહેશભાઈ જીણાભાઈ બાળધીયા-માછીમારી ખલાસી,
મુકેશભાઈ બાબુભાઈ બાળધીયા- (માછીમારી ખલાસી),
વિરાભાઈ કરશનભાઈ શિયાળ (માછીમારી ખલાસી),
પરષોત્તમભાઈ કાનાભાઈ શિયાળ (માછીમારી ખલાસી),
બાબુભાઈ જગાભાઈ બાળધીયા-માછીમારી ડોઢીયો,
મુકેશભાઈ બાબુભાઈ શિયાળ- (માછીમારી ખલાસી),
માનસિંગભાઈ આણદભાઈ શિયાળ- (માછીમારી ખલાસી),
સંજયભાઈ નારણભાઈ બારૈયા- (માછીમારી ખલાસી),
રાહુલભાઈ બોઘાભાઈ સોલંકી,ડ્રાઈવર,ખલાસી
શખ્સો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત હુમલામાં વપરાયેલા હથિયારો, લૂંટમાં ગયેલા સોનાના ચેઈન સહિતનો મુદ્દામાલ રીકવર કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરતા અદાલતે તા.4 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ મારામારી દરમિયાન ચેતન શિયાળના ગળામાંથી રૂ.૮૦ હજારની કિંમતના સોનાના ચેઇનની પણ લૂંટ ચલાવવામાં આવી હતી.આ બનાવને લઇને એલસીબી,એસોજી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.જેને પગલે પોલીસને સફળતા હાથ લાગી હતી અને ૧૨ જેટલા આરોપીને ગણત્રીની કલાકોમાં પકડી પાડયા હતા.








