મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી/ સંઘાણી બાદ અમરેલી સાંસદ નારણ કાછડિયાનો બળાપો, ભાજપ મોવડી મંડળની કાર્યપ્રણાલી પર ઉઠાવ્યા સવાલ

અમરેલી સાંસદ નારણ કાછડીયાનો મતદાન બાદ બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું કે, 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાય

અમરેલી/ સંઘાણી બાદ અમરેલી સાંસદ નારણ કાછડિયાનો બળાપો, ભાજપ મોવડી મંડળની કાર્યપ્રણાલી પર ઉઠાવ્યા સવાલ

અમરેલી સાંસદ નારણ કાછડીયાનો મતદાન બાદ બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું કે, 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું. અને જમીની કાર્યકર્તાઓ સાથે જોડાયેલો છું. કાર્યકરોને કહું છું કે અડધી રાત્રે મને કોલ કરજો. તમારા માટે દોડીને આવીશ. નારણ કાછડિયાએ ગુજરાતમાં મતદાન પૂરું થયા બાદ ભાજપના મોવડી મંડળ સામે બળાપો વ્યક્ત કરતા કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓને ધમકીઓ આપીને તોડવાનો પ્રયાસ થતો હતો. કાર્યકર્તાઓને પોલીસની ધમકીઓ અપાતી હતી. 

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડીયાની નારાજગી બહાર આવી છે. તેમણે જાહેરમાં કહ્યું કે,કોંગ્રેસમાંથી આવેલાને પ્રોત્સાહન મળે, ટિકિટ મળે અને ભાજપના પાયાના કાર્યકરોને સામે બેસવું પડે તે વ્યાજબી નથી. ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ હંફાવે છે. અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે. ભાજપના કાર્યકર્તાઓની આંતરડી કકડાઈ છે.

ભાજપના સિનિયર નેતા  અને અમરેલી સાંસદ નારણ કાછડિયાએ મોવડીમંડળની કાર્યપ્રણાલી ઉપર સવાલો કર્યા હતા. નારણ કાછડિયાએ જાહેરમાં કહ્યું કે, 2019માં 2 લાખ ઉપરાંતથી જીત્યા હતા.જિલ્લા પંચાયત કે એકપણ ધારાસભ્ય ન હોવા છતાં ભાજપને લીડ મળી હતી.

અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્સનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઊંધાડ, ડો.કાનાબાર, હિરેન હીરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હતા છતાં ભાજપે ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે. 

જણાવી દઈએ કે ભાજપમાં દિલીપ સંઘાણી બાદ હવે નારણ કાછડિયાએ પણ પાર્ટીની કાર્યપ્રણાલી પર પ્રહાર કરતાં વ્યથા વ્યક્ત કરી છે. 

આ સમાચાર શેર કરો