મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“પોલીસે મારું સરઘસ કાઢીને નારીશક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું” અમરેલી લેટરકાંડની પીડિતાએ મુખ્યમંત્રી અને કૌશિક વેકરીયાને લખ્યો પત્ર

અમરેલી લેટરકાંડની પીડિતા પાયલ ગોટી સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ

“પોલીસે મારું સરઘસ કાઢીને નારીશક્તિના  સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું” અમરેલી લેટરકાંડની પીડિતાએ મુખ્યમંત્રી અને કૌશિક વેકરીયાને લખ્યો પત્ર

અમરેલી લેટરકાંડની પીડિતા પાયલ ગોટી સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે તેના ઘરે જઈને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું શું કર્યું એની આપવીતી જણાવી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા પણ માર્યા હતા. પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત સાથેની મુલાકાત બાદ પીડિતા પાયલે ન્યાય માટે ધારાસભ્ય કૌશિક વેકરીયાને પત્ર લખ્યો છે, જે આ મુજબ છે : 

"સ્નેહી મોટાભાઈ, 

હું તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડીત દિકરી છું અને તમે અમારા નેતા, અમરેલીના પ્રતિનિધિ, રાજ્યના ખાસ સેવક અને ખુદ જ રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો.  ત્યારે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દિકરીની રાજયના પદરક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે, રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે, સાથીદારોને ઠંડા મારી મને ભયભીત કરવામાં આવે, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે, નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે અને મને  બેસાડીને બેરહમીથી પટ્ટા મારવામાં આવે, જેલના સળીયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારીશક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને  તથા સમગ્ર ગુજરાતની ગરીમાને ભારે મોટી ઠેસ પહોંચી છે.

હાલ સ્વતંત્ર ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદાને અહંકારની એડીએ કચડીને ખુદ કૌરવરૂપી રક્ષસોએ જ તમારી બહેન અને ગરવા ગુજરાતની એક કુંવારી કન્યાની લાજ, મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યુ તેનાથી હું ખુબ જ વ્યથિત અને દુ:ખ અને શ૨મની લાગણી અનુભવુ છું. 

સાહેબ, ભારતનો ઇતિહાસ એનો સાક્ષી છે કે  જયારે જ્યારે આ દેશમાં એક અબળાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીર પુર્યા છે અને જયારે જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યાં છે ત્યારે ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે.

આ પણ જુઓ : અમરેલી લેટરકાંડની પીડિતાને પોલીસે પગના તળિયે માર્યા હતા પટ્ટા, યુવતીએ જણાવી આપવીતી

મોટાભાઈ, રાજ્યમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓનો કદાચ હું પહેલો ભોગ ભલે ના બની હોવ પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ અબળાની આબરૂ દાવ પર ના મુકાય એવી અપેક્ષા સહ બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનારા તમામ રક્ષકો ઉપર તત્કાળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાવવા માટે દર્દભરી વિનંતી કરુ છું. 

મારી ઉપર વિતેલી પીડાની દરેક પળે પ્રેમ, હૂંફ અને સાથે સહકાર આપનારા તમામ કૌટુંબિક, સામાજીક અને રાજકીય પરીવારજનનો અંતઃકરણથી આભાર માનુ છું. 

નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત  કરવા માટે મારી ન્યાયની લડાઈમાં પરીણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજીક અને રાજકીટા આગેવાનોને અંતકરણથી અપીલ કરું છું,

તમારી નાની બેન."

આ સમાચાર શેર કરો