મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારે વરસાદ વચ્ચે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, સેલ્ફી- ફોટોગ્રાફીના મનાઇ છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

ભારે વરસાદ વચ્ચે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વહીવટી તંત્ર દ્વારા નદી-નાળ

ભારે વરસાદ વચ્ચે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, સેલ્ફી- ફોટોગ્રાફીના મનાઇ છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

ભારે વરસાદ વચ્ચે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વહીવટી તંત્ર દ્વારા નદી-નાળા, કોતરો કે નાના-મોટા જળધોધ પાસે સેલ્ફી કે ફોટોગ્રાફી પર મનાઈ હુકમ જારી કરી સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરાયા છે, તેમ છતાં સરકારી જાહેરનામાની કોઈ અસર જોવા મળતી નથી. 

વાહનો આડેધડ પાર્ક થાય છે

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નજીક આવેલ શિવઘાટ ધોધ માર્ગ સાઇડે પડતો હોય પ્રવાસી તેની નજીક ફોટોગ્રાફી કરતા લપસી ન પડે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા કર્મીઓ તૈનાત કર્યા છે, તેમ છતાં શિવઘાટ ધોધ નજીક સુરક્ષાકર્મીની હાજરી વચ્ચે પ્રવાસીઓ ભયજનક રીતે ધોધ નજીક સેલ્ફી-ફોટોગ્રાફી કરતા સુરક્ષાકર્મી શોભાના ગાંઠિયા બની ગયા હતા. પ્રવાસીઓ દ્વારા પોતાના વાહનો પણ આડેધડ માર્ગ વચ્ચે પાર્કિંગ કરતા આવતા જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની નોબત ઉભી થઈ હતી.

દુર્ઘટનાનો ભય

બહારગામથી ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર ખુબ જાગૃત છે પરંતુ શિવઘાટમાં તૈનાત સુરક્ષા કર્મીઓ પોતાની ફરજ પ્રત્યે જાગરૂક ન હોય અજાણતા સેલ્ફી લેતા અકસ્માતે પડી જતા પ્રવાસીઓ ડાંગ પ્રત્યે ખોટી છાપ પડતી હોય જે તે સંબંધિત તંત્ર સુરક્ષા કર્મીઓને ફરજ પાલનના પાઠ ભણાવે તે જરૂરી છે, નહિતર કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ કાર્યવાહી હાથ ધરાય તો કોઈ મતલબ રહેશે નહીં.

આ સમાચાર શેર કરો