મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, રેક્ટરે બાસ્કેટબોલના 3 ખેલાડીઓને પકડ્યા

પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. શિક્ષણ ધામમાં જ બાસ્કેટબોલના 3 ખેલાડીઓ દારૂની મહેફિલ મ

પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, રેક્ટરે બાસ્કેટબોલના 3 ખેલાડીઓને પકડ્યા

પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. શિક્ષણ ધામમાં જ  બાસ્કેટબોલના 3 ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. રેક્ટરે અચાનક રેડ પાડી 3 ખેલાડીઓને દારુની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા.

પાટણ HNGUમાં દારૂની મહેફિલ

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત ઇંગ્લીશ દારૂને લઇને વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં બાસ્કેટબોલ સ્પર્ધાના આયોજન દરમિયાન ત્રણ ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.

ત્રણ ખેલાડીઓ આણંદના હોવાનું જાણવા મળે છે. હોસ્ટેલમાં રેક્ટરને કેટલાક ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું જાણવા મળતા રેડ કરી હતી. આ દરમિયાન ત્રણ ખેલાડી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.

આ પણ વાંચો: મહેસાણા નસબંધી કાંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉભો કર્યો વિવાદ, કોંગ્રેસે રાજીનામું માંગ્યું

રેક્ટર સાથે ખેલાડીઓની બબાલ પણ થઇ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પાટણ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ તપાસ કરતા મોટાભાગના ખેલાડીઓ જતા રહ્યાં હતા.દારૂની મહેફિલ માણતા ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

NSUIએ નકલી નોટો ફેકી કર્યો વિરોધ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા નકલી નોટો ફેંકીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કુલપતિ દ્વારા લેવાતી ચાલુ મીટિંગમાં NSUIના કાર્યકરો પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર શેર કરો