Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Additional District Health Officer creates controversy in Mehsana Nasbandhi scandal

મહેસાણા નસબંધી કાંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉભો કર્યો વિવાદ, કોંગ્રેસે રાજીનામું માંગ્યું

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2024
લાઇવ ટીવીGoogle News
મહેસાણા નસબંધી કાંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉભો કર્યો વિવાદ, કોંગ્રેસે રાજીનામું માંગ્યું

મહેસાણા નસબંધી કાંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાનો બચાવ કરતા વિવાદિત નિવેદન આપ્યું છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીના એક નિવેદનને લઇને વિવાદ થયો છે. કોંગ્રેસે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનું રાજીનામું માંગ્યું છે.

App Store

'અમે સંજય ગાંધી જેવા ઓપરેશન કરવા નથી માંગતા'-અધિક જિલ્લા આરોગ્ય અધિકારી

મહેસાણા નસબંધી કાંડને લઇને રાજકારણ ગરમાયું છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને કારણે રાજકીય રંગ લાગ્યો છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીએ કહ્યું કે, 'અમે સંજય ગાંધી જેવા ઓપરેશન કરવા માંગતા નથી, અમે કાઉન્સેલિંગ કરીને નસબંધી કરવા લઇ જઇએ છીએ. સામેથી જે પેશન્ટ કહે તેને જ અમે ઓપરેશન માટે લઇ જઇએ છીએ, અમે તેમની સંમત્તિ લઇ અંગુઠો અથવા સહી લઇને જ ઓપરેશન માટે લઇ જઇએ છીએ.અમારા બે કર્મચારીની ભૂલ હતી જેથી અમે તેમને સસ્પેન્ડ કર્યા છે.'

કોંગ્રેસે રાજીનામું માંગ્યું

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ સંજય ગાંધીનો ઉલ્લેખ કરતા મહેસાણા જિલ્લા કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપશે અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીના રાજીનામાની માંગ સાથે માફીનામું માંગશે.

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ વિરોધ કરતા જણાવ્યું કે, "અધિક આરોગ્ય જિલ્લા અધિકારીએ સ્વર્ગિય સંજય ગાંધીનું નામ કેમ લીધુ? તે શું સાબિત કરવા માંગે છે? તે શું ભાજપના પ્રવક્તા છે? સરકારના મુલાજીમ છે અને સરકારના નોકરિયાત છે નહીં કે કમલમના નોકરિયાત."

મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે નસબંધી કાંડથી ધ્યાન ભટકાવવા માટે સ્વર્ગિય સંજય ગાંધીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ સાથે જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરતા જિલ્લા પંચાયત ડીડીઓને રાજીનામા સાથે માફી માંગવાનું આવેદન આપવાની વાત કરી હતી.

આ પણ વાંચો: VIDEO:મહેસાણા નસબંધી કાંડમાં ભોગ બનતા બચી ગયેલા આધેડની આપવીતિ

યુવકની જાણ બહાર કરાઈ હતી નસબંધી

મહેસાણામાં યુવકની જાણ બહાર જ તેની નસબંધીનું ઓપરેશન કરી દેવાનો યુવકે આરોપ લગાવ્યો છે. નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતા 31 વર્ષના ગરીબ યુવાનને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં નશો થાય તેટલો દારૂ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે. યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું  છે. મહત્ત્વનું છે કે એક મહિના બાદ યુવકના લગ્ન છે.