Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Death of a young survivor of the Mehsana sterilization scandal

VIDEO:મહેસાણા નસબંધી કાંડમાં ભોગ બનતા બચી ગયેલા આધેડની આપવીતિ

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO:મહેસાણા નસબંધી કાંડમાં ભોગ બનતા બચી ગયેલા આધેડની આપવીતિ

મહેસાણામાં નસબંધી મામલે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. જેમાં નસબંધીમાં ભોગ બનતા બચી ગયેલ અને ભોગ બનેલા એમ બે વ્યક્તિઓ સામે આવ્યા છે.

App Store

આ પણ વાંચોઃ મહેસાણામાં મોટો કાંડ : એક મહિના બાદ લગ્ન છે તે પુરુષને જાણ કર્યા વગર નસબંધી કરી નાખી

ભોગ બનતા બચી જનાર આધેડે કહ્યું કે, અગાઉ બીમાર રહેતો હતો. ગામમાં સાહેબ આવ્યા તો એમણે કહ્યું કે તમારે બ્લડ ટેસ્ટ કરાવવા પડશે. મહેસાણાના જમનાપુર ગામમાં લોહીના લેબોરેટરી રિપોર્ટ કરાવવાના હોવાનું કહી આધેડને એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. તેમને  રૂપિયા 2 હજાર આપવાની લાલચ પણ આપવામા આવી હતી. જે બાદ તેમને આશંકા જતા ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ આધેડે ધમકી આપતાં તેમને જવા દીધા હતા. 

આધેડે ધમકી આપી તો બચી ગયા

આ પણ વાંચોઃ મહેસાણા: અપરણિત યુવકની નસબંધી કાંડમાં મોટી કાર્યવાહી, ધનાલીના હેલ્થ વર્કરની ફરજ મોકૂફી સાથે ખેરાલુ બદલી

જ્યારે બીજા પરણિત યુવાનને જામફળની વાડીમાં કામ કરવાનું કહીને લઈ જવામા આવ્યો હતો. એ પછીથી તેઓને એમ્બ્યુલન્સમાં અડાલજ ચોકડી લઈ ગયા હતા અને લોહીનું સેમ્પલ લીધું હતું. અને પરણિત યુવકનું લોહી લીધા બાદ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હતું. ઓપરેશન થયા બાદ યુવાનને 2 હજાર રૂપિયા આપ્યા હતા. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

પરણેલા યુવકની નસબંધી કરી દીધી