હિન્દુત્વના સંગઠન મુદ્દે સુરતમાં ડો. પ્રવિણ તોગડિયાએ કહ્યું, AHP મારો ડાબો હાથ, VHP જમણો હાથ, અમે એક જ છીએ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ અને ફાયર બ્રાન્ડ હિન્દુ નેતાની ઓળખ ધરાવનાર ડો. પ્રવિણભ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ અને ફાયર બ્રાન્ડ હિન્દુ નેતાની ઓળખ ધરાવનાર ડો. પ્રવિણભાઈ તોગડિયા સુરતના ત્રી-દિવસીય પ્રવાસે હતાં. જ્યાં તેમણે વિશેષ ચિંતનના ભાગરૂપ રવિવારે તેઓ ડુમ્મસ ખાતે રોકાણ કર્યો હતો. તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલ મહાકુંભના મેળાના આયોજન અને અમલીકરણમાં તેઓએ ખુબ મોટી જવાબદારી સુપેરે નિભાવી છે. તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણર્ણીનય અનુભવો શેર કર્યા હતાં. સાથે જ કહ્યું કે, હિન્દુત્વ મુદ્દે એએચપી અને વીએચપી એક જ હોવાનું કહ્યું હતું. સાથે જ ઉમેર્યુ કે, AHP મારો ડાબો હાથ, VHP જમણો હાથ અમે એક જ છીએ.
મારા કામની કદર વધી
ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે, રાજકારણમાં લાંબા ગાળાનો વિરામ બાદ 12 વર્ષે મારા ગ્રહો ખીલી ઉઠ્યા છે. અને જેમ શેર બજાર માં જુદી જુદી કંપનીઓના શેરનો ભાવ ઊંચો જાય તેમ મારી કિંમત પણ હવે અંકાઈ છે. શેર બજારના સ્ટોક એક્સચેન્જની જેમ મારા હિન્દુત્વ એકતા બાબત ના કામની કદર અને કિંમત માટે આરએસએસનું મુખ્ય મથક નાગપુર નું પણ વિશેષ યોગદાન છે.
કુંભમાં વિશેષ વ્યવસ્થા કરાઈ
પ્રવિણભાઈ તોગડિયા કહ્યું હતું કે, આ વખત મહાકુંભ અદભુત હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દલ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં દોઢ મહિનામાં 14 જગ્યાએ ભંડારા ચલાવીને સવા કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરરોજ 8000 લોકોની રહેવાની વ્યવસ્થા, ટોટલ પાંચ લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી. પાંચ લાખ લોકોને મેડિકલ સેવા આપવામાં આવી હતી. ડાકોર પદયાત્રા શરૂ થઈ છે. અમારા પ્રયાસ દર શનિવારે હનુમાન ચાલીસા કરવાનું છે. દીપકભાઈ ધીરુભાઈ ઇજાદારે કહ્યું કે, કુંભમાં ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મેં લાભ લીધો હતો. આજે અમે આ કાર્યક્રમ થકી હિન્દુ એકતાને દર્શાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ.








