Video: લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું! સાંભળો રાજેન્દ્ર શુક્લની રચના

સોર્સ: gstv

ગુજરાતી સાહિત્યના આકાશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની વિદાયથી ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો છે. તેમણે ગઝલને હૃદયની લાગણીથી આત્માની અનુભૂતિ સુધી પહોંચાડી. પરંતુ તેમનાં શબ્દો, ગઝલો અને કાવ્યચેતના ગુજરાતી સાહિત્યમાં સદાય જીવંત રહેશે. તેમનું સર્જન વાંચતાં સમજાય છે કે ગઝલ માત્ર પ્રેમ, વિરહ કે લાગણીઓની અભિવ્યક્તિ નથી; ગઝલ જીવન, અસ્તિત્વ, આત્મા અને પરમચેતનાની શોધનું માધ્યમ પણ બની શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત