Video: અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હારનું ઠીકરું ટ્રમ્પે 'વોટિંગ મશીન' પર ફોડ્યું

સોર્સ: gstv

અમેરિકન મિડટર્મ ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીને મળેલી કારમી હાર પછી ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિણામોના તરત જ પછી ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાનો સંકેત આપનારા ટ્રમ્પ હવે પોતાની હાર સ્વીકારવાને બદલે ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરવા લાગ્યા છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને વોટિંગ મશીન અને ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે મશીનની ખામીને કારણે રિપબ્લિકન પાર્ટીએ સંસદમાં પોતાની બહુમતી ગુમાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે શું ખરેખર કોઈ માને છે કે આ ચૂંટણી ઈમાનદાર હતી? મતદાનના પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે? શરૂઆતના વોટિંગ દરમિયાન કેટલીક જગ્યાએ એટલી મોટી સંખ્યામાં મત નાખવામાં આવ્યા કે બીજા કોઈ માટે જીતવું અશક્ય હતું, પછી ભલે ગમે તેટલા લોકો વોટ આપવા કેમ ન ગયા હોત. આ બધી મશીનોની રમત છે, જે મતદાતાઓ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. આ બધી મશીનોની રમત છે, જે વોટર કરતાં પણ વધુ હાવી થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત