મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: સાઉદીના સંરક્ષણ મંત્રાલય અને સૌથી મોટી તેલ રિફાઈનરી પર મિસાઈલ હુમલો : હુથીઓએ ટાર્ગેટ કરી હોવાનો દાવો

સોર્સ: gstv

યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત સંરક્ષણ મંત્રાલય અને દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી રાસ તાનુરા પર બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ હુમલા બાદ વિસ્તારમાં ભારે તણાવ ઊભો થયો છે. હુથી બળવાખોરોના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરિયાના જણાવ્યા અનુસાર, તેમણે રિયાધમાં આવેલા સાઉદીના સંરક્ષણ મંત્રાલયને સીધું નિશાન બનાવ્યું હતું. આ ઉપરાંત, બળવાખોરોએ નજરાન એરપોર્ટ પરના 2 સૈન્ય પરિવહન વિમાનો અને ખમીસ મુશૈત સ્થિત એરબેઝને પણ નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સાઉદી ગઠબંધન સેનાએ જણાવ્યું છે કે તેમણે રિયાધ તરફ છોડવામાં આવેલી 2 અને પૂર્વીય પ્રાંત તરફ આવેલી 1 મળીને કુલ 3 મિસાઈલોને હવામાં જ નિષ્ફળ બનાવી દીધી હતી. રિયાધમાં ધમાકાના અવાજ બાદ સ્થાનિક રહીશોને સલામત સ્થળે ખસી જવા મોબાઈલ એલર્ટ મોકલવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો