Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat news: Case of 4 terrorists arrested by ATS

Gujarat news: ATSએ ઝડપેલા 4 આતંકીઓનો મામલો, ઈન્સ્ટાગ્રામ પરથી અલ-કાયદાની વિચારધારાને ફેલાવી યુવાનોને ઉશ્કેરતા

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat news: ATSએ ઝડપેલા 4 આતંકીઓનો મામલો,  ઈન્સ્ટાગ્રામ પરથી અલ-કાયદાની વિચારધારાને ફેલાવી યુવાનોને ઉશ્કેરતા
સોર્સ : gstv

ગુજરાત ATSએ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. ઈન્સ્ટાગ્રામની સોશિયલ મીડિયા એપ્લીકેશન પર અલકાયદા તેમજ અન્ય આતંકી સંગઠનોની વિચારધારાને આધારે દેશના યુવાનોમાં ઉશ્કેરણી કરીને આતંકી પ્રવૃતિ કરતા 4 આતંકીઓને ગુજરાત ATSએ ગત રાત્રે દબોચ્યા હતા. આ આતંકીઓ અમદાવાદ, મોડાસા, નોઈડા અને દિલ્હીમાં રહેતા 4 યુવાનો ઈન્સ્ટાગ્રામ પર દેશ વિરોધી પોસ્ટ મુકીને યુવાઓને આતંરી પ્રવૃતિઓમાં જોડવા માટે કહેવાની અને ઝેહાદ કરવા ઉશ્કેરણી કરવાની સાથે પાકિસ્તાનના કેટલાંક સોશિયલ મીડિયો ગ્રુપ સાથે પણ સંપર્કમાં હતા.

App Store

ATSના DYSP હર્ષ ઉપાધ્યયને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાંક લોકો ઈન્સ્ટાગ્રામની પાંચ આઈડીમાં દેશ વિરોધી પોસ્ટ મુકીને યુવાનોની ઉશ્કેરણી કરે છે, અને તેમની સાથે મેસેજથી સંપર્ક કરીને દેશમાં આતંકી પ્રવૃતિ ફેલાવવા માટે મોટાપાયે સક્રિય છે. જે બાતમીના આધારે ટેકનીકલ એનાલીસીસ કરતા જાણવા મળ્યું હતું કે પાંચ આઈડી પૈકી બે આઈડી દિલ્હીથી અને બાકીના આઈડી અમદાવાદ, મોડાસા તેમજ નોઈડામાં રહેતા શખ્સો ચલાવે છે. જેના આધારે અલગ અલગ ટીમ બનાવીને ફતેહવાડી જુહાપુરા અમદાવાદથી શેખ રઈસ મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમંદ ફૈક અને નોઈડાથી ઝીશાન અલી શેખની ધરપકડ કરી હતી.

આ અંગે વધુ માહિતી આપતા ATSના DIG સુનિલ જોષીએ જણાવ્યું હતું કે ફરદીનશેક પાસેથી ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતમાં જેહાદ માટે ઉશ્કેરણી કરતું સાહિત્ય, તલવાર મળી આવી હતી. આ તલવાર સાથે ફરદીનનો એક વીડિયો પણ મળ્યો છે. જેમાં તે તલવાર હવામાં ફરકાવીને જેહાદના વાક્યો બોલે્ છે. આ ઉપરાંત ચારેય આરોપીઓના મોબાઈલ ફોનમાં ગઝવાએ હિંદ, જેહાદ, કાફીક જેવા વિષયોને લગતી સંખ્યાબંધ પોસ્ટ મળી આવી હતી. 

ઈન્સ્ટાગ્રામ પરથી અલ-કાયદાની વિચારધારાને ફેલાવી યુવાનોને ઉશ્કેરતા

પુરાવાના આધારે ATS ગુજરાત ખાતે ‘ઈસ્લામિક સ્ટેટ’(IS) સાથે જોડાયેલા ઉપરોક્ત ચારેય વિરુદ્ધ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1969ની કલમ 13, 18, 38, 39, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 113, 152, 196, 61 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિલ્હીના ચાંદની ચોકમાં રહેતો મોહમંદ ફૈક સૌથી  સક્રિય

દિલ્હીમાં રહેતા મોહમંદ ફૈકનું ઈન્સ્ટા આઈડી તપાસવામાં આવ્યું ત્યારે અધિકારીઓને જાણવ ામળ્યું કે તે યુવાનોને મેસેજ કરીને દેશ વિરોધી વીડિયો અને પોસ્ટ મોકલતો હતો. સાથે સાથે પાકિસ્તાનથી ઓપરેટ થતા વિવિધ ઈન્સ્ટાગ્રામ આઈડીને ફોલોઅપ કરવાની સાથે ત્યાંથી મળતી સુચના મુજબ જેહાદી પ્રવૃતિ માટે સક્રિય રહેતો હતો. તે પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો? દેશમાં કોને કોને મેસેજ કરતો હતો. તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. 

દેશમાં લોકશાહી ખતમ કરી શરિયતો અમલ કરાવો તેવો વીડિયો મળ્યો હતો.

ATSના અધિકારીઓએ આરોપીઓના મોબાઈલ ફોનમાં ઝીણવટપૂર્વક તપાસ કરી ત્યારે આસીફ ઉમર નામના શખ્સનો વીડિયો મળી આવ્યો હતો. જોમાં તે ભારતના યુવાનોને ઉશ્કેરણી કરે છે કે તે દેશમાં લોકશાહીને બદલે શરીયતનો કાયદો લાવો. આસિફ મુળ અફઘાનિસ્તાનનો હતો અને તેના વીડિયોને આતંકી વાયરલ કરતા હતા.