Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat news: Ahmedabad Rural, Amreli and Dahod courts receive bomb threats

Gujarat news: અમદાવાદ ગ્રામ્ય, અમરેલી અને દાહોદની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat news: અમદાવાદ ગ્રામ્ય, અમરેલી અને દાહોદની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સોર્સ : GSTV

રાજ્યના ત્રણ અલગ અલગ શહેરોની કોર્ટોને ફરી એકવાર બોમ્બની ધમકીને પગલે ફફડાટ ફેલાયો છે.અમદાવાદની ગ્રામ્ય, અમરેલી અને દાહોદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને  ઉડાવાની ધમકી મળી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના  નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટને અજાણ્યા શખસ દ્વારા ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ તંત્ર અને બોમ્બ સ્ક્વોડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

App Store

અનિશ્ચિત સમય માટે કામગીરી સ્થગિત

મળતી માહિતી અનુસાર, ધમકીભર્યા ઈ-મેઈલની જાણ થતા જ સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોર્ટમાં હાજર તમામ જજ, વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે.  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ફ્લોર અને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. નવરંગપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોર્ટ પરિસરે ખડકી દેવામાં આવ્યો છે અને હાલ કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી.

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમરેલીમાં ફરી એકવાર ધમકીભર્યા ઈમેઈલથી ફફડાટ વ્યાપી ગયો છે. આ વખતે કોર્ટની જજ ચેમ્બર અને પરિસરને 14 RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ઈમેઈલમાં અજમલ કસાબ અને ન્યાય પ્રણાલી પર સવાલો ઉઠાવતા લખાણથી સનસનાટી મચી છે. ડોગ સ્ક્વોડ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જ્યારે સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે.  

મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં જણાવાયું છે કે કોર્ટ પરિસરમાં 14 જેટલા RDX ભરેલા બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવશે. ઈ-મેઈલમાં અજમલ કસાબ અને તમિલનાડુનો મુદ્દાને લઈને લખ્યું કે 'કોર્ટ શું કામની, જો તે નિર્દોષ નાગરિકોને ન્યાય ન અપાવી શકે.' આ ધમકી મળતા જ પોલીસ કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો.

સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટમાં કામકાજ અટકાવીને તમામ વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢી પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. ડોગ સ્ક્વોડ, FSLની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટ પરિસરની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને કાબૂમાં લેવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

થોડા દિવસોમાં આ બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર મળી રહેલા આ પ્રકારના ઈ-મેઈલ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે કોઈની ટીખળ, તે દિશામાં સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને ઉડાવવાની ધમકી

અમરેલી બાદ હવે દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગના ઓફિશિયલ મેઈલ આઈડી પર ધમકીભર્યો ઈમેઈલ આવતા જ તંત્ર દોડતું થયું છે. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું છે. દાહોદ પોલીસની અલગ-અલગ ટીમો અને બોમ્બ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વારંવાર ન્યાયતંત્રને નિશાન બનાવી મળતી આવી ધમકીઓને પગલે પોલીસ હવે ઈમેઈલના સ્ત્રોતની તપાસ કરી રહી છે.