Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : gujarat-heatwave-forecast-imd-alert

VIDEO: બપોરે ઘરની બહાર નીકળતા વિચારજો! રાજ્યના આ શહેરોમાં ગરમીનું રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર-પૂર્વના ગરમ અને સૂકા પવનો ફૂંકાવાને કારણે રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારે સાબિત થઈ શકે છે, કારણ કે અનેક વિસ્તારોમાં 'હીટવેવ'ની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

App Store

આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગરમીનો પારો 42થી 44 ડિગ્રીને પાર કરી શકે છે.

આજની સ્થિતિ: આજે ખાસ કરીને કચ્છ અને રાજકોટમાં હીટવેવની અસર જોવા મળશે. બપોરના સમયે ગરમ પવનોને કારણે રસ્તાઓ સૂમસામ ભાસશે.

આવતીકાલની આગાહી: આવતીકાલે ગરમીનો વ્યાપ વધશે. અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો: અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સખત ગરમી પડશે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને વડોદરા સહિત કચ્છમાં પણ આકરી ગરમીનો અનુભવ થશે.

દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટનું પ્રમાણ વધશે
માત્ર ગરમી જ નહીં, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે અસહ્ય ઉકળાટ (Humidity) અનુભવાશે. વલસાડ, નવસારી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં તાપમાન ભલે ઓછું દેખાય, પણ પરસેવો અને બફારો લોકોને પરેશાન કરશે.

 ગરમી વધવાનું કારણ
હવામાનશાસ્ત્રીઓના મતે, અત્યારે પવનની દિશા બદલાઈને ઉત્તર-પૂર્વની થઈ છે. રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતા ગરમ પવનો સીધા ગુજરાત પર ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લૂ (Loo) લાગવાની શક્યતા વધી ગઈ છે.