Video: બાવળા બ્રિજ પાસે જીવલેણ અકસ્માત, કાવિઠાના યુવક મયંક મકવાણાનું મોત

સોર્સ: gstv

બાવળા બ્રિજ પાસે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાવિઠા ગામના યુવક મયંક મકવાણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. મયંક પોતાની બાઈક લઈને બાવળા સાણંદ ચોકડીથી ઢેઢાલ ચોકડી તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતાં યુવકનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના અકાળે અવસાનથી કાવિઠા ગામ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત