Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC scams accused of cover-up, why not action despite thousands of complaints?

AMCના કૌભાંડો પર ઢાંકપીછોડાનો આરોપ, હજારો ફરિયાદો છતાં કાર્યવાહી કેમ નહીં?

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
AMCના કૌભાંડો પર ઢાંકપીછોડાનો આરોપ, હજારો ફરિયાદો છતાં કાર્યવાહી કેમ નહીં?
સોર્સ : gstv

AMC Vigilance Department Inquiry : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિજિલન્સ વિભાગની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વર્ષ 2021થી 2026 દરમિયાન ગેરરીતિ, કૌભાંડ અને બેદરકારીને લગતી 2,578 ફરિયાદો નોંધાઈ હોવા છતાં મોટાભાગના કેસમાં કડક પગલાં લેવાયા નથી. પ્રાપ્ત વિગતો મુજબ, માત્ર 298 અધિકારીઓ-કર્મચારીઓ સામે નોટિસ કે દંડનીય કાર્યવાહી કરાઈ છે, જ્યારે 373 કેસ હજુ પેન્ડિંગ છે અને 1,907 કેસ પુરાવાના અભાવે બંધ કરી દેવાયા છે.

App Store

19 કર્મચારીઓ રિમૂવ, 145ના ઇજાફા રોકાયા

છેલ્લા 6 વર્ષમાં થયેલી કાર્યવાહીમાં 145 કર્મચારીઓના ઇજાફા ચોક્કસ સમય માટે રોકવામાં આવ્યા હતા અને 73 કર્મચારીઓને માત્ર ઉચ્ચક દંડ કરીને છોડી દેવાયા હતા. આ સિવાય 60 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી હતી, 1 કર્મચારીના પેન્શનમાં ઘટાડો કરાયો હતો અને માત્ર 19 કર્મચારીઓને નોકરીમાંથી રિમૂવ કરવામાં આવ્યા હતા.

હાટકેશ્વર બ્રિજ અને રોડ કૌભાંડમાં તપાસમાં નાટક

AMCના મોટો વિવાદોમાં વિજિલન્સની ભૂમિકા શંકાસ્પદ રહી છે.

હાટકેશ્વર બ્રિજ: સંડોવાયેલા 8 માંથી 1 કર્મચારીનું મૃત્યુ થતાં હાલ 7 કર્મચારીઓ સામે છેલ્લા 4 વર્ષથી ખાતાકીય તપાસ બસ ચાલી જ રહી છે ચાલી જ રહી છે.
બિટુમીન રોડ કૌભાંડ (2014-17): 450 કરોડના રોડ કામોમાં હલકી ગુણવત્તાના બિટુમીન વપરાશ મુદ્દે 110 કર્મચારીઓ પાસેથી 1.19 કરોડનો દંડ વસૂલાયો હતો, પરંતુ વર્ષ 2025માં તપાસના અંતે આ તમામ 110 કર્મચારીઓને ક્લીનચીટ આપી દેવાઈ હતી.

પમ્પિંગ સ્ટેશન અને VS હોસ્પિટલ ટ્રાયલ કેસ

શહેરના 200 પમ્પિંગ સ્ટેશનોની તપાસમાં 40 સ્ટેશન પર કોન્ટ્રાક્ટ કરતા ઓછા કર્મચારીઓ મળતા કમિશનરે તપાસ સોંપી હતી, જે હજુ ચાલુ છે. બીજી તરફ, વર્ષ 2021થી 2025 દરમિયાન VS હોસ્પિટલમાં 58 લોકો પર ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલના ગંભીર કેસમાં 5 અધિકારીઓની કમિટીએ માત્ર અનુશાસનહીનતાની હળવી ભલામણ કરીને મામલો રફેદફે કર્યો હતો. હજારો ફરિયાદો છતાં કડક સજાના અભાવે વિજિલન્સ વિભાગ ખાલી કાગળ પર કામ કરતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.