Video: અમદાવાદમાં પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધારો

સોર્સ: gstv

શિયાળાની શરૂઆત અને વધતા જતા વાહનોના ધુમાડાને કારણે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે..શહેર પર ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા આંકડા મુજબ એરપોર્ટ અને કઠવાડા વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે, જ્યાં AQI 195 ના સ્તરે પહોંચી ગયો છે. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા બોપલમાં 188, બોડકદેવમાં 182 અને રાયખડમાં 182 AQI નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે શહેરનો પૂર્વ અને પશ્ચિમ બંને ભાગ પ્રદૂષણની ઝપેટમાં આવી ગયો છે.સતત વધી રહેલા પ્રદૂષણના કારણે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે..જ્યારે AQI 150 થી 200 ની વચ્ચે હોય ત્યારે તે બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં આવે છે. તબીબોના મતે, આવા વાતાવરણમાં અસ્થમા, શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત