મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : રામોલ પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીને સોંપાઈ તપાસ

અમદાવાદ શહેરમાં રિંગરોડ પર અદાણી સર્કલ પાસે રામોલ પોલીસ સ્ટેશનના કમર્ચારીઓ

અમદાવાદ : રામોલ પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીને સોંપાઈ તપાસ

અમદાવાદ શહેરમાં રિંગરોડ પર અદાણી સર્કલ પાસે રામોલ પોલીસ સ્ટેશનના કમર્ચારીઓએ વડોદરાના દંપત્તિ સાથે કરેલા તોડાકાંડ અંગે GSTVએ પ્રસારિત કરેલા અહેવાલની ગંભીર અસર થઇ છે. આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ  સોંપાઈ છે. 

ACP કૃણાલ દેસાઈને સોંપાઈ તપાસ 

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ કરેલા તોડકાંડનો મામલે GSTVએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. હવે આ તોડાકાંડની  તપાસ ACP કૃણાલ દેસાઈને સોંપવામાં આવી છે. તોડા કરવાના આક્ષેપ જેના પર લાગ્યા છે એ પોલીસકર્મીના આગામી સમયમાં નિવેદન લેવાઈ શકે છે. હાલ આ મામલે વડોદરાના વૃદ્ધ દંપત્તિનો સંપર્ક કરીને તેમના નિવેદન લઈને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચો : સુરેન્દ્રનગર પોલીસ નિષ્ફળ, હવે અમદાવાદ LCBએ શરૂ કરી PSI પઠાણના મોતની તપાસ

વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી દારૂની 3 બોટલ, 14000 રોકડા અને 400 USD પડાવ્યાં

તારીખ 5 નવેમ્બરના રોજ વડોદરાનું એક વૃદ્ધ દંપત્તિ વિયેતનામથી પરત ફરી રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતારી ટેક્સી કરીને વડોદરા જવા રવાના થયા હતા. આ લોકો રામોલ રિંગ રોડથી એક્સપ્રેસ હાઇવે પર જવાના હતા, પણ એક્સપ્રેસ હાઇવે પર પહોંચે તે પહેલા જ પોલીસે તેમને  રિંગ રોડ પર અદાણી સર્કલ પાસે રોક્યા હતા. 

પોલીસે આ ગાડીમાં ચેકીંગ કર્યું હતું. ચેકીંગમાં વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી વિદેશી દારૂની 5 બોટલો મળી આવી હતી, જેનું બિલ પણ તેમની પાસે હતું. આમ છતાં પોલીસે તેમને ધમકી અને કાયદાનો ડર બતાવીને અને ખોટા કેસમાં અંદર કરી દેવાનો ભય ઉભો કરી આ વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી દારૂની 3 બોટલ, 14000 રોકડા અને 400 USD પડાવી લીધા હતા. 

આ ત્રણ પોલીસકર્મીમાં ખુમાનસિંહ, નરપતસિંહ ઉર્ફે અલ્પેશ તેમજ અન્ય એક પોલીસકર્મી સામેલ હોવાનું જાણવા મળ્યું છે. 

આ સમાચાર શેર કરો