VIDEO : અમદાવાદની કોર્ટમાં આરોપીએ વકીલને જડી દીધા લાફા, પછી વકીલો તેના પર તૂટી પડ્યા
Ahmedabad News : રાજ્યમાં વકીલો પર હુમલાઓ વધી રહ્યા છે, એવામાં હવે અમદાવાદમાં એક આરોપીએ કોર્ટ પ્રક્રિયા દરમિયાન જ વક

Ahmedabad News : રાજ્યમાં વકીલો પર હુમલાઓ વધી રહ્યા છે, એવામાં હવે અમદાવાદમાં એક આરોપીએ કોર્ટ પ્રક્રિયા દરમિયાન જ વકીલને લાફા મારી દીધાની ઘટના ઘટી છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરની અપના બજાર ખાતે ચાલતી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટમાં કોર્ટ નંબર-28માં આ ઘટના ઘટી હતી, જેમાં આરોપીની ઉલટતપાસ કરી રહેલા વકીલને આરોપીએ લાફો મારી દીધો હતો.
આ પણ વાંચો : 9 વર્ષની બાળકીનો શું વાંક? : સાવકી માતાએ હાથ-પગ બાંધી, મોઢે ટેપ લગાડી, ટીપણામાં પુરી દીધી
સમગ્ર ઘટના બનતા અન્ય વકીલો ભેગા થઇ ગયા હતા અને લાફો મારનાર આરોપીને ધોઈ નાખ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં વકીલને લાફો મારનાર આરોપી વિરુદ્ધ જાણવા જોગ અરજી આપવામાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે બાર કાઉન્સિલના શિસ્ત સમિતિના ચેરમેન અનિલ કેલ્લાએ નિવેદન આપતા કહ્યું કે વકીલો પર વારંવાર આ પ્રકારના હુમલાઓ થઇ રહ્યા છે. વકીલોનું રક્ષણ થાય અને સન્માન જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. બાર કાઉન્સિલ આગામી દિવસોમાં આ મામલે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે.








