Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A shocking scene from the claim of the kidnapping of singer Kinjal Rabari

ચાંદખેડામાં સિંગર કિંજલ રબારીના અપહરણના દાવાથી હડકંપ, CCTVમાં સામે આવ્યું ચોંકાવનારું દૃશ્ય!

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ચાંદખેડામાં સિંગર કિંજલ રબારીના અપહરણના દાવાથી હડકંપ, CCTVમાં સામે આવ્યું ચોંકાવનારું દૃશ્ય!
સોર્સ : gstv

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (CBD) મોલ નજીક જાણીતી ગાયિકા કિંજલ રબારીનું કાળા રંગની કારમાં કથિત અપહરણ થયું હોવાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, સીસીટીવી (CCTV) ફૂટેજની પ્રાથમિક તપાસમાં કિંજલ કોઈપણ બળજબરી વિના સ્વેચ્છાએ કારમાં બેસતી દેખાતાં આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હોવાની આશંકા ચાંદખેડા પોલીસે વ્યક્ત કરી છે.

App Store

કિંજલના થોડા દિવસો પહેલા લગ્ન થયા હતા

મળતી માહિતી અનુસાર, કિંજલ રબારીએ થોડા દિવસો પહેલા લગ્ન કર્યા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. કિંજલના પતિએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખસોએ તેને પાછળથી પકડી રાખીને કિંજલનું અપહરણ કર્યું હતું. જોકે, પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે મહેસાણા તરફના શંકાસ્પદ શખસોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ

આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, 'મને કિંજલ રબારીના અપહરણ અંગેનો મેસેજ મળતાં જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. દંપતી મૂળ રાધનપુર બાજુનું રહેવાસી છે અને સીબીડી મોલમાં ફિલ્મ જોવા આવ્યું હતું. મોલમાંથી નીચે ઉતર્યા ત્યારે એક કાળી કાર આવી હતી જેમાં કિંજલ જતી રહી હતી.'

પોલીસ તપાસ શરૂ

પીઆઈએ વધુમાં ઉમેર્યું કે, 'પતિનો દાવો છે કે તેને પાછળથી પકડી રાખવામાં આવ્યો હતો અને કિંજલને લઈ ગયા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજમાં કોઈ બળજબરી થતી હોય તેવું દેખાતું નથી. કિંજલ પોતાની મેળે જ ગાડીમાં બેસી જતી હોવાનું જણાય છે, જેથી આ સમગ્ર બાબત પૂર્વઆયોજિત હોવાની પૂરી શક્યતા છે. કાર લઈને આવેલા શખસો મૂળ મહેસાણા તરફના છે અને તેમની ઓળખ છતી કરવાની પ્રક્રિયા ચાલુ છે. સીસીટીવી તપાસ અને ફરિયાદ નોંધવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.'