VIDEO : રાધનપુર કોર્ટ બહાર કિંજલ રબારીના પૂર્વ પતિ પર હુમલાનો પ્રયાસ
સોર્સ : GSTV
પાટણમાં લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી ગરમાયો છે. રાધનપુર ફેમિલી કોર્ટની બહાર કિંજલના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે. સામાજિક દબાણને કારણે અલગ થયા બાદ કિંજલ રબારીએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.જોકે, અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળો પર સહી કરવાની ના પાડતા તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા ૪ શખ્સોએ તેમની ગાડી ઘેરીને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ જીવલેણ હુમલાના આક્ષેપ સાથે અશોક ચૌધરીએ ૪ લોકો સામે સમી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

