અમદાવાદ: ટાફ ગૃપ દ્વારા યોજાયો સ્ટેન્ડ અપ કોમેડી 'ફટાફટી'નો શો, જાણીતા કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
અમદાવાદમાં ગત રાત્રે સ્ટેન્ડઅપ કોમેડી શો 'ફટાફટી' યોજાઈ ગયો હતો આ કાર્યક્રમનું આયોજન રાત્

અમદાવાદમાં ગત રાત્રે સ્ટેન્ડઅપ કોમેડી શો 'ફટાફટી' યોજાઈ ગયો હતો આ કાર્યક્રમનું આયોજન રાત્રે 8 કલાકે સિંધુ ભવન ટી પોસ્ટ-દેશી કાફે’ પર કરવામાં આવ્યું હતું. ફટાફટીમાં જાણીતાં હાસ્ય લેખક/ હાસ્ય કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી.
જેમાં યોગેશ જીવરાણી, કમલેશ દરજી, સૂરજ બરાલીયા, શ્રુજલ દોશી હાસ્યકલાકાર, અભિનેતા, દિગ્દર્શક વિનય દવેએ પોતાની કલા રજૂ કરી હતી. કાર્યક્રમમાં અંદાજીત 150થી વધુ લોકો હાજર રહ્યા હતા. હાજર આમંત્રિત મહેમાનો, લોકોએ સ્ટેન્ડ અપ કલાકારોની કલાને માણી હતી.
taff ગ્રુપના એડમીન તન્મય શેઠ
સમગ્ર કાર્યક્રમ જાણીતાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા ધારેશ શુક્લ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકારો પણ હાજર રહ્યા હતા.
અભિનેતા જીતેન્દ્ર ઠક્કર
અભિનેતા જીતેન્દ્ર ઠક્કર, ચૈતન દૈયા, ગાયક કલાકાર અરવિંદ વેગડા, દેવ પગલી, અભિનેત્રી ફિટનેસ કોચ સપના, મોડલ દિપીકા પાટીલ, અભિનેત્રી ઈન્દુ સરકાર, હાસ્ય અભિનેતા સુનિલ વિસરાણી, દિર્ગશક અખિલ કોટક, સહિતના ગુજરાતી સિનેમા જગતના અન્ય કલાકારો પણ હાજર રહ્યા હતા.
હાસ્ય કલાકાર વિનય દવે
કોરોનાકાળમાં અમદાવાદના કલારસિક મિત્રો દ્વારા શરૂ થયેલા આ ગૃપમાં કળાના દરેક ક્ષેત્રની જાણીતી વ્યક્તિ જોડાયેલી છે. ખાણી-પીણી, ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેવના સાથે બનેલુ આ ગૃપ ફૂડ-હેરિટેજ વૉક, મુશાયરા અને મૂવી સ્ક્રિનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિ:શૂલ્ક કરતું રહે છે.
હાસ્ય અભિનેતા સુનિલ વિસરાણી
ટાફ ગૃપમાં ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે આ પહેલા ટાફ ગૃપે સાહિત્યના ગીત ગઝલના પણ બે મોટા પ્રોગ્રામ મોજ રે અને મેઘા રે જેવા કાર્યક્રમ યોજ્યા હતા. સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે.
ટાફ ગૃપે 40થી વધુ ઈવેન્ટ કરી
ટાફ ગૃપ દ્વારા ઘણી ફૂડ મીટ થયેલી છે. અત્યાર સુધી ટાફ ગૃપે 40 જેવી ઇવેન્ટ કરવામાં આવી છે તે પણ સભ્યો માટે વિનામૂલ્યે કરવામાં આવી છે. જેમાં ગૃપના જ અલગ અલગ સભ્યો જવાબદારી ઊઠાવીને સભ્યો માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરતા હોય છે.








