મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / આકરી ગરમીથી બે નવજાત બાળકોના મોત, એક 10 દિવસનું તો બીજું 15 દિવસનું

અમદાવાદ શહેરમાં પડી રહેલી ભારે ગરમીનો લોકો શિકાર થઇ રહ્યાં છે. ગઈકાલે 24 મે

અમદાવાદ / આકરી ગરમીથી બે નવજાત બાળકોના મોત, એક 10 દિવસનું તો બીજું 15 દિવસનું

અમદાવાદ શહેરમાં પડી રહેલી ભારે ગરમીનો લોકો શિકાર થઇ રહ્યાં છે. ગઈકાલે 24 મેના રોજ હીટસ્ટ્રોકના કારણે બે પુરુષના મોત થયા હતા, તો આજે બે નવજાત બાળકોના મોત થયા છે. 

શારદાબેન હોસ્પિટલમાં બંને બાળકોના મોત

શહેરની શારદાબેન હોસ્પિટલમાં  હીટઈલનેસ કારણે CTM વિસ્તારના દંપતિના 15 દિવસના બાળકને અને રખિયાલ વિસ્તારમાં રહેતા દંપતિના 10 દિવસના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે સારવાર દરમિયાન જ આ બંને બાળકોના મોત થયા છે. 15 દિવસનું બાળકને ડીહાઇડ્રેશન થયું હતું, જે સારવાર માટે દાખલ થયાના 15 કલાકમાં મૃત્યુ પામ્યું. તો 10 દિવસનું બાળક દાખલ થયાના 18 કલાકમાં મૃત્યુ પામ્યું છે. 

ગઈકાલે 2 પુરુષોના મોત થયા હતા

અમદાવાદ શહેરમાં ગઈકાલે હિટસ્ટ્રોકના કારણે બે પુરુષ દર્દીઓના મોત થયા હતા. આ બંનેમાં એકની ઉંમર 35 અને બીજાની 55 હતી. હિટસ્ટ્રોકના કારણે આ બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક દર્દીને 104 ડીગ્રી તાપમાન સાથે દાખલ કરાયા હતા, જ્યારે બીજાને 105 ડીગ્રી સાથે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન આ બંનેના મોત થયા હતા. સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકની અસરવાળા કુલ 41 દર્દીઓ દાખલ છે, જેમાંથી 10 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચાર શેર કરો