મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ગોમતીપુરમાં તલવારધારી ટપોરીઓ બેફામ, પોલીસની ભૂમિકા માત્ર કાગળ પૂરતી?

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ફર

Ahmedabad news:  ગોમતીપુરમાં તલવારધારી ટપોરીઓ બેફામ, પોલીસની ભૂમિકા માત્ર કાગળ પૂરતી?

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ફરી એકવાર કાયદો-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જાહેરમાં તલવાર લઈને ફરતા અસામાજિક તત્વોએ એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસે ગુનો નોંધીને સંતોષ માન્યો છે. 

મળતા અહેવાલ પ્રમાણે સામાન્ય બાબતમાં યુવાનને અસામાજિક તત્વોએ ધમકી આપી હતી.  માત્ર “મારી સામે કેમ કાતરીયા ખાઈને જોવે છે?” આ બાબતે  ત્રણ શખ્સો તલવાર સાથે એક યુવકના ઘરની બહાર આવી જાય છે અને ધમકી આપે છે. સમગ્ર વિસ્તારને આ શખ્સો બાનમાં લે છે અને  હંગામો થાય છે, પરિવાર ગભરાય જાય છે અને પોતાને ઘરમાં બંધ કરી લે છે.  શખ્સો વાહનોમાં તોડફોડ કરીને ફરાર થઈ જાય છે.

શું આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની પોલ ખોલી?

ઘટનામાં આરોપીઓએ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હોય તેમ હાથમાં તલવાર લઈને જાહેરમાં દાદાગીરી કરી હતી, ઉલ્લેખનીય છે કે જ્યારે ગુનાહિત તત્વોને પોલીસનો જરાય ભય નથી, ત્યારે કાયદો-વ્યવસ્થાની જવાબદારી કોની?

ધમકી આપીને શખ્સો થયા ફરાર

    •    તલવાર લઈને ફરતા આરોપીઓ સામે તાત્કાલિક ધરપકડ કેમ ન થઈ?
    •    આરોપીઓ પાસેથી હથિયાર જપ્ત કેમ કરવામાં આવ્યા નથી?
    •    રાત્રિ પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારો પર નજર શા માટે નબળી છે?

પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ માત્ર FIR નોંધવી પૂરતી છે કે પછી વિસ્તારના લોકોમાં સુરક્ષાની લાગણી ઊભી કરવી પણ પોલીસની ફરજ નથી?

આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે ?

જો જાહેરમાં તલવાર બતાવી ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી ન થાય, તો સામાન્ય નાગરિક પોતાને કેટલો સુરક્ષિત માને? હવે જોવાનું રહ્યું કે ગોમતીપુર પોલીસ આ મામલે માત્ર કાગળ પર કાર્યવાહી સુધી સીમિત રહેશે કે પછી અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરશે.

આ સમાચાર શેર કરો