મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: તમામ પ્રકારના રાસ-ગરબામાં DJ માટે પરવાનગી જરૂરી, ધ્વનિ પ્રદુષણને નાથવામાં સરકારની નિષ્ફળતા મામલે હાઈકોર્ટ નારાજ

ગુજરાતમાં નવરાત્રિને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ખૈલયાઓ નવરાત્રિને માણવા માટે ઉત્

Ahmedabad news: તમામ પ્રકારના રાસ-ગરબામાં DJ માટે પરવાનગી જરૂરી, ધ્વનિ પ્રદુષણને નાથવામાં સરકારની નિષ્ફળતા મામલે હાઈકોર્ટ નારાજ

ગુજરાતમાં નવરાત્રિને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ખૈલયાઓ નવરાત્રિને માણવા માટે ઉત્સુક છે અને થનગનાટ માટે તૈયારીઓ કરી રહ્યા છે. ખૈલયાો અવનવા સ્ટેપ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.  તો બીજી તરફ નવરાત્રિ મામલે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે તમામ રાસ-ગરબા માટે DJની પરવાનગી જરૂરથી લેવી પડશે.

હાઈકોર્ટે પોલીસ અને GPCBને સખ્ત ટકોર કરી

ઉલ્લેખનીય છે કે ધ્વનિ પ્રદુષણને નાથવામાં સરકારની નિષ્ફળતા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટીકરણ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા છતાં ધ્વનિ પ્રદુષણ બેકાબુ છે. હાઈકોર્ટે પોલીસ અને GPCBને સખ્ત ટકોર કરી હતી કે ધ્વનિ પ્રદુષણનું ન્યૂસન્સ કેમ ડામી શકાતું નથી.

તમામ પ્રકારના રાસ-ગરબામાં DJ માટે હાઈકોર્ટની પરવાનગી જરૂરી

તમામ પ્રકારના રાસ-ગરબામાં DJ માટે હાઈકોર્ટની પરવાનગી જરૂરી છે. હાઈકોર્ટ પરંપરાગત શેરી ગરબાને શ્રેષ્ઠ ગણાવ્યા હતા. નવરાત્રિમાં જો DJ અને લાઉડ સ્પીકર વગાડવું હશે તો અલગથી મંજૂરી લેવી પડશે. હાઈકોર્ટે એપણ ટકો કરી હતી કે વધુ પડતા વોલ્યુમ સાથે શેરી ગરબા તો ન જ યોજી શકાય.

અરજદારની મહત્ત્વની દલીલ

અરજદારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, ડીજેનો અવાજ 129 ડેસિબલ કે તેથી પણ વધુનો હોય છે અને તે હવે એક ભયંકર ન્યુસન્સ અને દૂષણ બની રહ્યું છે. આટલા મોટા ભયંકર અવાજના કારણે લોકોના જીવ પણ જઈ શકે છે. ખાસ કરીને બીમાર, વૃદ્ધ અને બાળકોને બહુ મોટું નુકસાન થઈ શકે છે. અત્યારે ડીવાયએસપી કક્ષાના નહીં પરંતુ પીઆઈ કક્ષાના અધિકારી ડીજેની પરવાનગી આપી રહ્યા છે. શૈક્ષણિક સંકુલ સાયલન્ટ ઝોનમાં આવે છે તેમ છતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે એક જ વર્ષમાં સાઉન્ડ સિસ્ટમના વપરાશ માટેની 200 મંજૂરીઓ આપી દીધી છે. પોલીસ અને સત્તાધીશો દ્વારા આવા ડીજે, લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમને લઈ ચોક્કસ મોનિટરિંગ, ડેસિબલની ગણતરી પેનલ્ટી સહિતનું કોઈ ચોક્કસ મિકેનિઝમ જ નથી, તેથી આ બાબતે ચોકક્સ પગલાં લેવા તે જરૂરી છે.

હાઇકોર્ટે જણાવી ગ્રાઉન્ડ રિયાલિટી

હાઇકોર્ટે સરકાર, પોલીસ અને સત્તાધીશોએ સવાલ કરતાં જણાવ્યું કે, જો તમારી પાસે પરિપત્રો, એસઓપી અને પોલિસી બધું જ છે તો પણ ધ્વનિ પ્રદૂષણના ન્યુસન્સને કેમ ડામી શકાતુ નથી? સુપ્રીમકોર્ટના ચુકાદાની માર્ગદર્શિકા અને નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. હાઇકોર્ટે તાજેતરમાં બે ડીજે વાળા વચ્ચે થયેલી બબાલ અંગે અખબારોમાં ચમકેલા સમાચારની પણ નોંધ લીધી હતી. આ દરમિયાન હાઇકોર્ટે સરકાર પક્ષને બહુ માર્મિક ટકોર કરી હતી કે, અમારા મતે, ડીજે અંગેની પરવાનગી ડીવાયએસપી કક્ષાના અધિકારી આપતા નથી. જો આપતા હોય તો સારુ પરંતુ અમારા મતે, કોન્સ્ટેબલ કે નીચલા લેવલના અધિકારી -મંજૂરી આપતા હોય છે. તમે એસઓપી જારી કરી છે, તેમાં જો 25 ટકા પાલન થાય તો પણ ઘણું સારું પરંતુ વાસ્તવિકતા એ છે કે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઇક અલગ છે. ખરેખર તો, કોઈ નિયમોનું પાલન થતું જ નથી અને દેખીતી રીતે ઉલ્લંઘન જોવા મળે છે.

કોર્ટમાં શું મુદ્દાઓ ઉઠાવાયા હતા?

કન્ટેમ્પ્ટ પિટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, ધ્વનિ પ્રદૂષણ મામલે વર્ષ 2022માં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટે તા. 4 માર્ચ, 2024ના રોજ શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત સરકારના સત્તાધીશોને ઉદ્દેશીને હુકમ કરાયેલો છે પરંતુ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં તેનું પાલન જોઈએ તે પ્રકારે થઈ રહ્યું જ નથી. ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005ના એક મહત્ત્વના ચુકાદા મારફતે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તા.૩-૧૨-૨૦૧૯ના જાહેરનામા અને માર્ગદર્શિકા ઉપરાંત, નોઇઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ની રૂલ-૫(૩), એર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન)એકટ સહિતની જોગવાઈઓ માત્ર કાગળ પર જ રહી જાય_ છે અને આ તમામ નિર્દેશો-માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે કડકાઈથી અસરકારક પાલન-કરાવવામાં સરકાર, પોલીસ, મ્યુનિસિપલ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓ સરેઆમ નિષ્ફળ રહ્યા છે. આ સંજોગોમાં તેઓની વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અને બંધારણની કલમ-૨૧૫ હેઠળ જરૂરી કાર્યવાહી કોર્ટે હાથ ધરવી જોઈએ.

આ સમાચાર શેર કરો