મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: બહુ ચર્ચિત હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટેની કવાયત શરુ,  2022માં બ્રિજને લોકો માટે કરાયો હતો બંધ

અમદાવાદનો બહુ ચર્ચિત હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટેની કવાયત શરુ દેવાઇ છે. બ્ર

Ahmedabad news:  બહુ ચર્ચિત હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટેની કવાયત શરુ,  2022માં બ્રિજને લોકો માટે કરાયો હતો બંધ

અમદાવાદનો બહુ ચર્ચિત હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટેની કવાયત શરુ દેવાઇ છે. બ્રિજ પર જેસીબી, પાણીની ટાંકી, બેરિકેડ સહિતના સાધનો પહોંચાડી દેવાયા છે. પરંતુ બ્રિજ તોડવા માટે કોઇ ઉતાવળ કરવામાં આવશે નહીં, બ્રિજ તોડવા માટે પણ પૂરતી કાળજી લેવાઇ રહી છે. અધિકારીઓના મતે બ્રિજ તોડવામાં ઉતાવળ અથવા એક ભૂલને કારણે મોટી દુર્ઘટના પણ થઇ શકે છે.

લોકોની સરળતા માટે પહેલાની જેમ રોડ જ તૈયાર કરાશે.

બ્રિજ એક સાથે પત્તાના મહેલની જેમ જમીન દોસ્ત થઇ શકે છે. જેના કારણે બ્રિજ તોડવા માટેની પદ્ધતિનો નિર્ણય IITના ગાંધીનગરના પ્રોફેસરો દ્વારા લેવાશે. જે કંપનીને બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કંપની દ્વારા 25 પેજનો પ્લાન IIT ગાંધીનગરને સોંપાયો છે. જેના પર ટુંક સમયમાં નિર્ણય લેવાશે. આ બ્રિજ તોડ્યા બાદ સર્કલ પર નવો બ્રિજ તૈયાર કરાશે નહીં, લોકોની સરળતા માટે પહેલાની જેમ રોડ જ તૈયાર કરાશે.

2015માં હાટકેશ્વર બ્રિજ બનાવવાની શરુઆત કરાઇ હતી. બે વર્ષ બાદ 2017માં બ્રિજને લોકો માટે ખુલ્લો મુકાયો હતો. અજય ઇન્ફ્રા દ્વારા બનાવાયેલા બ્રિજમાં અનેક ગેરરીતી જોવા મળી હતી. બ્રિજ પર ખુલ્લા સળીયા જોવા મળ્યા હતા, જે લોકો માટે જોખમી થઇ શકે તેમ હતા. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા આઇઆઇટી ખડગપુર તથા વિવિધ એન્જિનિયરિંગ સંસ્થાઓ પાસેથી બ્રિજની ક્વોલિટીને લઇને રિપોર્ટ કરાવાયા હતા. 

 2022માં બ્રિજને લોકો માટે બંધ કરાયો

આ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી સાવચેતીના ભાગરૂપે 2022માં બ્રિજને લોકો માટે બંધ કરાયો હતો. ત્યારબાદ મ્યુનિ. કમિશનર દ્વારા અજય ઇન્ફા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બ્રિજ તોડવામાં કોઈ પ્રકારની ઉતાવળ કરવામાં નહીં આવે થોડા સમયમાં બ્રિજ તોડવાની શરુઆત કરાશે અને અમારા અંદાજ પ્રમાણે ત્રણ માસમાં બ્રિજ તોડી પડાશે. 


આ જગ્યાએ નવો બ્રિજ તૈયાર કરાશે નહીં. લોકોના ઉપયોગ માટે ત્યાં રોડ રહેશે. હાલમાં તોડવા માટેની ડિઝાઇન આઇઆઇટી ગાંધીનગરમાં સબમિટ કરેલી છે. ત્યાંથી અંતિમ નિર્ણય આવ્યા બાદ તે મેથડને આધારે બ્રિજને તોડાશે. બ્રિજને તોડવામાં કોઇ ઉતાવળ નહીં કરાય. દેવાંગ દાણી, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી
બ્રિજ તોડવા માટે આટલા પડકાર રહેશે

આ સમાચાર શેર કરો