અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનું મોત, છેલ્લા 7 દિવસમાં કુલ 4 પોલીસકર્મચારીઓના નિધન
અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. વિજય પાંડવ ન

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. વિજય પાંડવ નામના પોલીસ કર્મચારીનું બીમારીના કારણે મોત નિપજ્યું છે. પોલીસકર્મચારી છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 જ દિવસમાં 4 પોલીસકર્મીઓની મોતની ઘટનાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. 3 પોલીસ કર્મચારીઓનું હાર્ટ એટેકથી અને એકનું બીમારીના કારણે મોત નિપજ્યું છે.
ક્રાઈમબ્રાન્ચના હેડ કોન્સ્ટેબલનું હાર્ટફેલથી મોત
અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને અચાનક હાર્ટએટેક આવ્યો હતો, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.
DG ઓફિસમાં કાર્યરત પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી નિધન
મળતી માહિતી અનુસાર, પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
ગોમતીપુરમાં પરેડ દરમિયાન કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી નિધન
અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
બદલાતી જીવનશૈલી, બદલતાના ખાન પાનને કારણે છેલ્લા 20 વર્ષમાં ભારતમાં હાર્ટ એટેકના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે અને હવે વધુ યુવાનો તેનો શિકાર બની રહ્યા છે. તેથી, જીવનશૈલી અને ખાનપાન પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી આવી જ એક દુ:ખદ ઘટના સામે આવી છે. ખંભાળિયામાં રહેતા 32 વર્ષના યુવાનનું હાર્ટ ફેલથી મોત નિપજ્યું છે. યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં થોડાક જ કલાકોમાં તેનું મોત નિપજ્યું હતું. યુવાનની ઓળખ હિતેષ ચોપડા તરીકે થઈ છે.








