Ahmadabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે કાર્તિક પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજી પર થઈ સુનાવણી, કોર્ટે આપી અંતિમ મુદત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલો કાંડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલો કાંડ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા ઓપરેશન કરી નિર્દોષોના મોત થયાના અહેવાલ હતા. હવે આ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં કાર્તિક પટેલ તરફથી વધુ મુદતની માંગણી કરવામાં આવી હતી, તો કોર્ટ નારાજ થઈ હતી.
સરકાર પક્ષે વિશેષ સરકારી વકીલનો ઉગ્ર વિરોધ
કાર્તિક પટેલે આપેલી અરજી પર મુદત માંગતા સરકાર પક્ષે વિશેષ સરકારી વકીલે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે હાથે કરીને કેસની ટ્રાયલ મોડી કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાર્તિક પટેલ જ કેસનો મુખ્ય આરોપી છે અને તેના વિરુદ્ધના તમામ પુરાવા પણ કોર્ટના ધ્યાને મુકવામાં આવ્યા છે.
કોર્ટે અંતિમ મુદત આપી
14 નવેમ્બરના રોજ કાર્તિક પટેલની દલીલો માટે કોર્ટે અંતિમ મુદત આપી છે. અગાઉ આ કેસ સાથે સંકળાયેલા ડો. સંજય પટોળીયા, રાજેશ્રી કોઠારી અને રાહુલ જૈન એ પણ ડિસ્ચાર્જ અરજી કરી હતી. સરકાર તરફથી વિજય બારોટ દ્રારા કાર્તિક પટેલની અરજી નામંજૂર કરવા વિગતવારની દલીલો કરવામાં આવી હતી.






