મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda News: ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ

ખેડાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિ

ખેડાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ ગોકુળ હેમાભાઇ ઠાકોરની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ પૂર્વ પ્રમુખ પર ખેડામાં ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના સરકારી શાળાના 26 શિક્ષકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. 

આ સમયનો છે આરોપ

2016 થી 2022 દરમિયાન 2 કરોડ થી 12 લાખ રૂપિયાની રકમનો ઉચાપત કરવાનો આરોપ છે. આ મામલે પૂર્વ પ્રમુખ ગોકુળ હેમાભાઇ ઠાકોર તેમજ ક્લાર્ક પંકજ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સભાસદોના ખાતામાંથી બારો બાર લોન લઇ ઉચાપત કર્યાનો આરોપ છે.

આ કેસમાં હાઇકોર્ટના હુકમ બાદ ઠાસરા પોલીસે ફરિયાદ નોંધી હતી.  જેમાં આ તમામ શિક્ષકોએ લોન આપ્યાના કોઈપણ પુરાવા રજૂ કર્યા ન હતા. તે દરમિાયન ઠાસરા ટીચર્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના તત્કાલીન મંત્રી ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચાર શેર કરો