મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરત જિલ્લામાં હત્યા,ચોરીની ઘટનામાં વધારો, કોંગ્રેસ નેતા દર્શન નાયકના સરકાર પર આકરા પ્રહાર

સુરત જિલ્લામાં વધતા જતા ક્રાઈમ રેટ અને મહિલાઓ વિરુદ્ધના ગંભીર ગુ

સુરત જિલ્લામાં વધતા જતા ક્રાઈમ રેટ અને મહિલાઓ વિરુદ્ધના ગંભીર ગુનાઓને લઈને કોંગ્રેસ નેતા દર્શન નાયકે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને આ ગંભીર પરિસ્થિતિ તરફ તાત્કાલિક ધ્યાન દોરવાની માંગ કરી છે.

સુરત જિલ્લામાં ક્રાઈમ અને મહિલાઓના મૃતદેહોનો સિલસિલો

દર્શન નાયકે પત્રમાં સુરત જિલ્લામાં તાજેતરમાં બનેલી ચોરી અને હત્યા જેવી ગંભીર ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,  સુરત જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયાના ગાળામાં ત્રણ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા.

1. ઓલપાડના પરિયા ગામે મહિલાનો મૃતદેહ.

2. માંગરોળના કોસંબા ખાતેથી ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ.

3. બારડોલીના સેજવાડ ગામેથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ.

મહિલા RFO પર ફાયરિંગ:

ગત રોજ ગુરુવારે કારમાં સવાર મહિલા RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)ને અજાણ્યા ઈસમો દ્વારા માથામાં ગોળી મારવાની ગંભીર ઘટના બની હતી.

'સરકારના દાવા વચ્ચે મહિલાઓ અસુરક્ષિત'

કોંગ્રેસ નેતા દર્શન નાયકે  જણાવ્યું હતું કે, "આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. સરકાર મહિલાઓની સુરક્ષાના મોટા દાવા કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે મહિલાઓ સંપૂર્ણપણે અસુરક્ષિત છે." તેમણે આ તમામ ઘટનાઓની ઝડપી અને સઘન તપાસ કરવા તેમજ તમામ ગુનેગારોને સત્વરે જેલ હવાલે કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો