કૃષિ અને સહકાર વિભાગની 09 APMCમાં ચૂંટણીની જાહેરાત,15 APMCની મુદત લંબાઈ
રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) માટે

રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) માટે સરકારે ખાસ નિર્ણયો લીધા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે.જ્યારે વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી છે.
નીચે દર્શાવેલ 09 બજાર સમિતિઓમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે
1: ભાણવડ (દેવભૂમિ દ્વારકા)
2: ધોલેરા (અમદાવાદ)
3: તલોદ (સાબરકાંઠા)
4: સાગબારા (નર્મદા)
5: કુકરમુંડા (તાપી)
6: સુરેન્દ્રનગર
7: કામરેજ (સુરત)
8: રાણપુર (બોટાદ)
9: બરવાળા (બોટાદ)
15 APMCની મુદત કેમ લંબાવાઇ?
કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીના નિવેદન મુજબ રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત છે. આથી જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે અથવા પૂર્ણ થવામાં છે, તેવી સમિતિઓમાં ચૂંટણીનું તાત્કાલિક આયોજન કરવું શક્ય ન હોવાથી 15 APMCને 06 મહિનાની મુદતમાં વધારો આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિને જાહેરનામાની તારીખથી 06 મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે.








