લગ્નના 18 વર્ષે પણ દીકરો ન થતાં મહિલાએ બાળક ઉઠાવ્યું, સુરત સિવિલમાંથી થયેલા માસૂમના અપહરણનો કેસ આ રીતે ઉકેલાયો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં મહિલા દેખાઈ હતી. જેથી પોલીસે હજારો કેમેરા ચેક કર્યા હતાં. 26 કલાકની કામગીરીમાં બાળકને ઉઠાવી જનારી મહિલા હાથ લાગી હતી.
સીસીટીવીના આધારે તપાસ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, બાળકને શોધવા માટે 23 જેટલી ટીમ બનાવાઈ હતી. પોલીસકર્મીઓએ 1,000 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આ ટીમના 200 જેટલા પોલીસકર્મીઓએ 24 કલાકથી ઊંઘ પણ લીધી નહોતી. એક એક સીસીટીવી ચેક કરીને આરોપી મહિલા અને તેના પતિ સુધી પહોંચ્યા હતા.ભેસ્તાન આવાસ ખાતે આરોપી મહિલા પાનફુલદેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખા રામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ બાળકને પણ સહી સલામત છોડાવવામાં આવ્યું હતું.
બીજી પત્નીના દીકરાની સારવાર માટે આવેલી
ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ઇન્દ્રબલીને બે પત્ની છે. જેમાં પહેલી પત્ની પાનફુલદેવી છે. તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે. 18 વર્ષનો લગ્ન ગાળો થયો હોવા છતાં દીકરો ન હતો. ત્યારે પાનફૂલદેવી તેના પતિના ચાર માસ પહેલાં બીજા લગ્ન સંગીતાદેવી સાથે કરાવ્યા હતા. ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો છે. જે દીકરો બીમાર પડતાં તેને પતિ પત્ની અને બીજી પત્ની ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો. દરમિયાન ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનફુલદેવીની તેની ઉપર નજર પડી હતી.
દાનત બગાડી હતી
પુત્ર પ્રેમની લાલચમાં દાનત બગાડી લલચાવી ફોસલાવીને આ બાળકને અપહરણ કરી પોતાના ઘરે લઈ ગઈ હતી. જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસને આરોપીના ઘરેથી અન્ય બાળકો મળ્યા હોવાથઈ પોલીસ કમિશનરે કહ્યું કે, પોલીસને આરોપીના ઘરેથી અન્ય ત્રણ બાળકો પણ મળી આવ્યા છે. જેથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આરોપી દીકરો ન હોવાનું કહી રહ્યા છે.








