મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શિયાળામાં સ્વાસ્થ્ય આપતા નીરોમાં ભેળસેળ! આરોગ્ય વિભાગ 8 જગ્યાએથી લીધા સેમ્પલ

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ શિયાળાની ઋતુમાં નીરાનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય

સુરતમાં શિયાળામાં સ્વાસ્થ્ય આપતા નીરોમાં ભેળસેળ! આરોગ્ય વિભાગ 8 જગ્યાએથી લીધા સેમ્પલ

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ શિયાળાની ઋતુમાં નીરાનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે. ત્યારે નીરોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નીરાના નમૂના લેવામાં આવ્યા છે. કુલ 8 જગ્યાએ તપાસ કરીને 8 સેમ્પલ લઈને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ પૈસા ફેંકો ડોક્ટર બનો! સુરતમાં કામદાર, ગેરેજવાળા પણ નકલી ડિગ્રીથી બની ગયા ડોક્ટર

સેમ્પલ લેવાયા

શિયાળાની ઋતુમાં લોકો સ્વસ્થ રહેવા માટે નીરાનું સેવન કરતાં હોય છે અને હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સુરત શહેરમાં નીરાનું વેચાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. નીરાને આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક પ્રવાહી માનવામાં આવે છે. એવામાં શહેરીજનોને કોઈ આરોગ્યલક્ષી તકલીફ ઊભી ન થાય તે માટે નીરાના સેમ્પલ લેવાની કામગીરી મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કરવામાં આવી હતી. 

આરોગ્યની ટીમો કામે લાગે

અલગ અલગ ટીમો બનાવીને નીરાનાં વેચાણ કેન્દ્રો ખાતે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી અને કુલ 8 જગ્યાએથી 8 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના તપાસ અર્થે પબલિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં જો કોઈ ખામી સામે આવશે તો આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.નીરાના વેચાણની શરૂઆત થતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સક્રિયતા દાખવવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનવવામાં આવી હતી અને સુરતમાં ઘોડદોડ રોડ, કતારગામ, ઉધના, ચોકબજાર ભાગળ સહિતના વિસ્તારોમાં તપાસ કરીને આ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો