પૈસા ફેંકો ડોક્ટર બનો! સુરતમાં કામદાર, ગેરેજવાળા પણ નકલી ડિગ્રીથી બની ગયા ડોક્ટર

સુરતમાં પોલીસે અત્યારસુધી 13 તબીબોની ધરપકડ કરી છે. જેઓ પાંચ ચોપડી પાસ છે. બીઇએમએસ એટલેકે બેચલર ઓફ ઇલેકટ્રો હોમિયોપેથી મેડિકલ ફ્રોડ ડિગ્રી ધરાવે છે. તેમાં છ મહિના કાગળ પર ટ્રેનિંગ લઇને દર વર્ષે ડો.રશેષ ગુજરાતી તથા ડો.રાવતને રજિસ્ટ્રેશનના અઢી હજાર આપવામાં આવતા હતા. દરમિયાન પોલીસ હાલમા 1200 સર્ટિફિકેટ બોગસ આપ્યા હોવાની વાત ઓન રેકર્ડ કરી રહી છે. આ આંકડો સંભવત સાત હજાર કરતા વધારે હોવાની વાત છે.
આ પણ વાંચોઃ સુરતમાં માનસિક દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મ, રૂપિયાની લાલચ આપીને કરી બળજબરી
નકલી ડિગ્રી વેચાતી
પૈસા લઈને ડોક્ટરની બોગસ ડિગ્રી આપવાના કેસમાં પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. રશેષ ગુજરાથી અને ભૂપેન્દ્ર રાવતે રાઇસ મિલના કામદાર, ગેરેજવાળા જેવા લોકોને પણ નકલી ડિગ્રી વેચી હતી, જેઓ રોજના 50થી 70 દર્દીની સારવાર કરતા હતા.
સુરતમાં જ વેચી 60 ડિગ્રી
આખા શહેરના વિવિધ 30 વિસ્તારમાં કુલ 690 બોગસ ડિગ્રી વેચાઈ હતી. તપાસમાં સામે આવ્યા મુજબ પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાથી પાસેથી લીધેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તોરમાં 34 બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા છે. અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને ડોક્ટર બનાવી દેવાયા છે. મોટા ભાગના નકલી ક્લિનિકો છેલ્લા 2થી 10 વર્ષ સુધી ચાલી રહ્યા છે. પોલીસે હવે વિસ્તાર પ્રમાણે નકલી ડોક્ટરોની યાદી બનાવી કાર્યવાહી કરવા માટે તૈયારી શરૂ કરી છે.

