મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ડમ્પરે વિદ્યાર્થીને કચડ્યા બાદ તંત્રની ઊંઘ ઉડી, તપાસમાં આટલા ડ્રાઈવરો મળ્યા નશાની હાલતમાં

સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવપથ રોડ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત

સુરતમાં ડમ્પરે વિદ્યાર્થીને કચડ્યા બાદ તંત્રની ઊંઘ ઉડી, તપાસમાં આટલા ડ્રાઈવરો મળ્યા નશાની હાલતમાં

સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવપથ રોડ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેથી આ દુર્ઘટના બાદ પાલ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ડમ્પર ચાલકોની તપાસ કરી હતી. જેમાં 3 જેટલા ડ્રાઈવર નશામાં હોવાનું સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃજંબુસર-આમોદ રોડ પર ઇકો કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત, 4 ઘાયલ

તાબડતોબ કાર્યવાહી

પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાનો મામલે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. પાલ એપેક્ષ હોસ્પિટલ પાસેથી પસાર થતાં ડમ્પરના ચાલક પ્રભુ કચેરીયા મીના નશામાં મળી આવ્યો હતો. ભેસાણ ચોકડી પાસેથી પસાર થતાં અન્ય બે ડમ્પર ચાલક મુન્ના ખાન અને સચ દેવાનંગ રામુ પણ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો હતો.

માલિક સામે ગુનો
 
બીજી તરફ સચિન જીઆઇડીસી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરના ચાલકે એકને ટક્કર મારી હતી. ગિરીશ પટેલની કારને ટક્કર મારતાં નુકસાન થયું હતું.જે ડમ્પરનો ચાલક પણ નશાની હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ચારે કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિદ્યાર્થીને કચડવાના કેસમાં ડમ્પર ચાલક કમલેશભાઈ ફતભાઈ હથિયાલા લાઇસન્સ વિના વાહન ચલાવી રહ્યો હતો અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડમ્પરના માલિક રાજેશ સરદારભાઈ ઓડેએ ડ્રાઇવરને વાહન ચલાવવાની મંજૂરી આપી હતી. જોકે, તે જાણતો હતો કે, ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ નથી. પોલીસે ડમ્પરના માલિક સામે પણ બેદરકારી બદલ કેસ નોંધ્યો છે.

આ સમાચાર શેર કરો