મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જંબુસર-આમોદ રોડ પર ઇકો કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત, 4 ઘાયલ

જંબુસર - આમોદ રોડ પર મગણાદ ગામે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે જેમાં 6 લો

જંબુસર-આમોદ રોડ પર ઇકો કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત, 4 ઘાયલ

જંબુસર - આમોદ રોડ પર મગણાદ ગામે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે જેમાં 6 લોકોના મોત થયા છે જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

જંબુસર-આમોદ રોડ પર અકસ્માતમાં 6 લોકોના મોત

જંબુસર - આમોદ રોડ પર ઉભેલ ટ્રક સાથે 10 મુસાફરો ભરેલી ઇકો કાર ટકરાઇ હતી. ભરૂચ તરફથી આવતી ઇકો કાર ટ્રકમાં ધડાકા ભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.અકસ્માતમાં ત્રણ મહિલા, એક  બાળકી અને બે પુરુષ સહિત છ લોકોના મોત થયા હતા.

ઘાયલ લોકોને હાલ તો સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો