મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઊંચી ટકાવારી વસૂવતા નામચીન વ્યાજખોર સામે કાર્યવાહી, ઓફિસમાં સર્ચ કરતાં કોરા ચેક અને ડાયરીઓ મળી

સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉધના

સુરતમાં ઊંચી ટકાવારી વસૂવતા નામચીન વ્યાજખોર સામે કાર્યવાહી, ઓફિસમાં સર્ચ કરતાં કોરા ચેક અને ડાયરીઓ મળી

સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉધના વિસ્તારમાં ઊંચી ટકાવારીનું વ્યાજ વસૂલતા નામચીન વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે. નાણા ધરધારના લાયન્સનો ગેરઉપયોગ કરી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા અપશબ્દો બોલી ધમકી આપતીને બળજબરીથી રૂપિયા કઢાવી લેવામાં આવતાં હતાં. 

કોરા ચેક લઈ ધમકી આપી

બે લાખ વ્યાજે લીધા હતાં. તેની સામે 12 ટકા લેખે ફરિયાદીને 24 હજાર કારીને આપવામાં આવ્યા હતાં. સાત મહિનાના રૂપિયા 1.68 લાખ વ્યાજ અગાઉ ચૂકવી આપ્યું હતું. તેમ છતાં આરોપીઓ દ્વારા ટુકડે ટુકડે રૂપિયા 5.15 લાખ અગાઉના વ્યાજના 1.68 લાખ મળી કુલ 6.83 લાખ કઢાવી લીધા હતાં.ધર્મેન્દ્રએ 3 લાખ લેવાના નીકળે છે. તેની જગ્યાએ 15 લાખના કોરા ચેક લઈ કોર્ટમાં કેસ કરવાની ધમકી આપ હતી.

કોરા ચેક અને ડાયરીઓ મળી

નામચીન વ્યાજખોર સામે ઉધના પોલીસની કાર્યવાહી કરી હતી. લાલી પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરી હતી. અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હતો. ઉધના પોલીસે વ્યાજનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈ ને હાજર થયો હતો. ગઈકાલે વધુ એક ગુનો નોંધાતા ઉધના પોલીસે ધરપકડ કરી હતી.ઉધના પોલીસે તેની ઓફિસ સર્ચ કરતા અનેક કોરા ચેક અને ડાયરીઓ મળી આવી હતી.

આ સમાચાર શેર કરો