સુરતમાં છેડતી કેસમાં ગાયનેકોલોજીસ્ટને મારનાર આરોપી ઝડપાયો, ડોક્ટર હજુ સારવાર હેઠળ
સુરતમાં યુવતીની છેડતી કરવાના કેસમાં ગાયનેકોલોજીસ્ટને હોસ્પિટલમાં ઘુસીને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં

સુરતમાં યુવતીની છેડતી કરવાના કેસમાં ગાયનેકોલોજીસ્ટને હોસ્પિટલમાં ઘુસીને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં યુવતી બાદ તબીબે પણ સામી ફરિયાદ આપી છે. ત્યારે ડોક્ટરને મારવાના કેસમાં મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ ડોક્ટર સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે મુખ્ય આરોપી મોહિત ઘાસકટાની ધરપકડ બાદ આજે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ડોક્ટર પર છેડતીનો આરોપ
કાપોદ્રા પો.સ્ટે. વિસ્તારમાં આવેલી ફલોરલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રતિક માવાણી ઉપર રિસેપ્શનિસ્ટ યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો.યુવતીએ પરિવારજનોને જાણ કરી હતી. યુવતીના પરિવારજનો અને અન્ય ઈસમો તેમની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર ઉપર ગંભીર રીતે હુમલો કરી મારામારી કરી હતી. આ ઘટનામાં ડોક્ટર પ્રતિક માવાણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
બે આરોપી ઝડપાયા
ડોકટરે યુવતીના પરિવારજનો અને માર મારનાર ઈસમો વિરુદ્ધ પેસાની માંગણી, ખંડણી અને રાયોટીંગનો ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનામાં મારામારી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે મોહિત ઘાસક્ટાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ કેસાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. ત્યારે હાલ સામ સામી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.








