વલસાડમાં 5 વર્ષથી વોન્ટેડ આરોપીનો ફિલ્મી ઢબે પીછો કરીને સુરતના કામરેજથી ઝડપી લેવાયો
વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર ન. GJ-10

વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર ન. GJ-10-AC-5052માં સેલવાસથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વલસાડ થઈ અમદાવાદ તરફ જવાનો હોવાની બાતમી LCBની ટીમને મળતા બાતમીવાળી કારની વલસાડ સુગર ફેક્ટરી પાસે વોચમાં ઉભા હતા. જે દરમ્યાન બાતમીવાળી કાર આવતા કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે વિદેશી દારૂના જથ્થા સાથે વલસાડ પોલીસના હાથે પકડાઈ જવાની બીકે કારને અમદાવાદ તરફ હંકારી મૂકી હતી. જેને લઈને વલસાડ LCBની ટીમે બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.
કાર ચાલક વોન્ટેડ
કાર ચાલક ધમડાચી હાઇવે ઉપર કાર મૂકી બાજુમાં આવેલ ખેતરોમાં કાર ચાલક અને ક્લીનર ભાગી ગયા હતા. તે દરમ્યાન વલસાડ LCBની ટીમે આરોપીઓનો પીછો કરતા ભાગી રહેલો ક્લીનર પડી ગયો હતો. અને વલસાડ LCBની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમે કારમાંથી 262 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને કાર મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આરોપીએ કરી કબૂલાત
વલસાડ LCBની ટીમેં તે વોન્ટેડ આરોપીને 5 વર્ષ બાદ સુરતના કામરેજ વિસ્તારમાં આવનો હોવાની બાતમી મળતા વલસાડ LCBની ટીમે બાતમીના આધારે આરોપીને સુરત ના કામરેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી 34 વર્ષીય, રાજીવ ઉર્ફે રાજુ મિસ્ત્રી સુરેશભાઈ આધેડા હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા 22 ફેબ્યુઆરીના રોજ રૂરલ પોલીસ મથકે નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી.








