રાજકોટ / અગ્નિકાંડમાં 28 ડેડબોડી મળી, 27 મૃતકોના નામ સામે આવ્યાં
According to rajkot aiims 28 dead bodies were found, 27 names came out | Rajkot Gamezone Fire:રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે મૃતકોની માહિતી વિશે જણાવતા રાજકોટ

Rajkot Gamezone Fire:રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે મૃતકોની માહિતી વિશે જણાવતા રાજકોટ AIIMSના ફોરેન્સિક મેડિસિન વિભાગના હેડ પ્રો.ડો.સંજય ગુપ્તાએ જણાવ્યું કે આગની ઘટનામાં 28 જેટલી ડેડબોડી મળી આવી છે, તેમાંથી 18 જેટલી બોડીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે . 18 જેટલી બોડી AIIMS હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. ગાંધીનગર ખાતે ડીએનએના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ ચકાસણી થઈને આવ્યા બાદ તે તમામ પરિવારોને મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે.
આ દરમિયાન 27 મૃતકોના નામ સામે આવ્યાં છે જે આ મુજબ છે :
01 નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ, 23)
02 પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
03 વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.,વ.44)
04 ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.15),
05 દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ,વ, 15)
06 સુનિલભાઇ હસમુખભાઈસિદ્ધપુરા (ઉ.વ, 45)
07 ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉં,વ. 35)
08 અક્ષત કિશોરભાઈ ઘોલરીયા ((ઉં,વ. 24)
09 ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
10 હરિતાબેન સાવલીયા (ઉં.વ. 24)
11 વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
12 કલ્પેશભાઈ બગડા
13 સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
14 નિરવરસિકભાઈ વેકરીયા (ઉ.વ.20)| 15 સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)
16 શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
17 જયંત ગોટેચા
18 સુરપાલસિંહ જાડેજા
19 નમનજીતસિંહ જાડેજા
21ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ. 35)
22 વિરેન્દ્રસિંહ
23 કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ. 18)
24 રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉં.વ.12)
25 રમેશ કુમાર નસ્તારામ
26 સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
27 મોનુ કેશવ ગૌર (ઉ.વ.17)








