ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસની તપાસ ACB કરશે, SITની પણ રચના કરાઇ
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસની તપાસ ACBને સોપવામાં આવી છે. જવાબદાર સરકારી અધિકારી સામે ACBનો ગાળિયો કસ

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસની તપાસ ACBને સોપવામાં આવી છે. જવાબદાર સરકારી અધિકારી સામે ACBનો ગાળિયો કસાયો છે. ACBની ટીમે આ કેસમાં SITની પણ રચના કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા હતા.
ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસની તપાસ ACB કરશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસની તપાસ ACBને સોપવામાં આવી છે. ACBની ટીમે આ કેસમાં SITની પણ રચના કરી છે. સ્પેશ્યલ ટીમમાં DIG મકરણ ચૌહાણ, SP પરેશ ભેસાણીયા, 4 PI સહિતના અધિકારી તપાસ કરશે.
બ્રિજનું કામ કરનાર R & Bના પાંચ અધિકારીને ત્યાં ACBએ રેડ કરી હતી.સત્તાનો દુરૂઉપયોગ, નાણાનો દુરઉપયોગ અને અપ્રમાણસર મિલકતને લઇને SITની ટીમે તપાસ શરૂ કરી હતી.પાંચ અધિકારીઓના અપ્રમાણસર મિલકતો ખરીદી હોવાની આશંકા ને પગલે રહેણાંક અને અન્ય મિલકતો અંગે તપાસ કરાશે
ગંભીરા બ્રિજ તૂટી પડતા 20 લોકોના થયા હતા મોત
9 જુલાઈ, 2025ના રોજ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થયો હતો. આ બ્રિજ, જે 1985માં બનાવવામાં આવ્યો હતો અને 100 વર્ષની આયુષ્ય માટે ડિઝાઇન કરાયો હતો, માત્ર 40 વર્ષમાં તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોનાં મોત થયાં, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
દુર્ઘટના સમયે 7 વાહનો (જેમાં ટ્રક, બોલેરો અને બાઇકનો સમાવેશ થાય છે) નદીમાં ખાબક્યા હતા જ્યારે એક ટેન્કર બ્રિજના છેડે લટકતું રહ્યું હતું.બ્રિજની હાલત ઘણા સમયથી ખરાબ હતી અને સ્થાનિકોએ તેના સમારકામ માટે અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ તંત્રએ ઉદાસીનતા દાખવી હતી.








