સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે સરકારનો મોટો નિર્ણય, તપાસ માટે ACBએ કરી 6 સભ્યોની SITની રચના
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભ

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં તપાસ માટે ACB દ્વારા S.I.T. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે. આ કેસની તપાસ હવે અધિક નિયામક બિપિન અહિરેના નેજા હેઠળ 6 સભ્યોની S.I.T. ટીમ કરશે.
S.I.T. ના સભ્યોની યાદી
-બિપિન અહિરે, અધિક નિયામક
-બી.જે.પંડ્યા,નાયબ નિયામક, વહીવટ ACB, અમદાવાદ
-કે.એચ.ગોહિલ, ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ
-આર.બી.દેસાઈ, મદદનીશ નિયામક, ACB મુખ્ય મથક, અમદાવાદ
-ડી.એન.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર ACB
-એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર ACB
-પી.એ.દેકાવાડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી ACB
તત્કાલીન મુખ્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ થશે
રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ: કલેક્ટર, સુરેન્દ્રનગર
-ચંદ્રસિંહ મોરી: નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર
-મયુર ગોહિલ: ક્લાર્ક, જિલ્લા કચેરી, સુરેન્દ્રનગર
-જયરાજસિંહ ઝાલા: પી.એ. ટુ કલેક્ટર, સુરેન્દ્રનગર








