મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ AAP એકલા હાથે લડશે, ગુજરાત કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ AAP એકલા હાથે લડશે, ગુજરાત કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને તમામ રાજકીય પાર્ટીઓ પોતતપોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે ઝંપલાવવાનું નક્કી કર્યું છે. આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરતા સ્પષ્ટ કર્યું છે કે, આ વખતે તે કોઈપણ ગઠબંધન વિના ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ અંગે સોમવારે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં. સંપૂર્ણ તાકાતથી તેમના કાર્યકરોના સહારે એકલા ચૂંટણી લડશે.

ગઢવીએ દાવો કર્યો હતો કે હવે ગુજરાતના લોકોને ફક્ત આમ આદમી પાર્ટી પાસેથી જ આશા છે. એટલા માટે જ સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટી અન્ય કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. પાર્ટીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે - જનભાગીદારી અને સ્વચ્છ રાજકારણ.

ઇશુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે છેલ્લા એક મહિનામાં 5 લાખથી વધુ લોકો AAP પાર્ટીમાં જોડાયા છે. જેમાં મોટાભાગના ભાજપ અને કોંગ્રેસથી નારાજ સામાન્ય લોકો છે, જેઓ હવે પરિવર્તનની આશામાં AAPમાં જોડાઈ રહ્યા છે. 'ગુજરાત જોડો જન સભા' હેઠળ માત્ર છ દિવસમાં 150થી વધુ જાહેર સભાઓ યોજી.  આ સભાઓમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો. પાર્ટી આગામી બે મહિનામાં આવી 2000થી વધુ સભાઓ યોજવાનું લક્ષ્ય ધરાવે છે.

પ્રદેશ પ્રમુખે દાવો કર્યો હતો કે, અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના 5 હજારથી વધુ નેતાઓ, કાર્યકરો, સામાજિક કાર્યકરો, ખેડૂત નેતાઓ અને ઉદ્યોગપતિઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા જારી કરાયેલા મિસ્ડ કોલ નંબર થકી દરરોજ 10થી 15 હજાર લોકો જોડાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે.

ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે, આગામી જન્માષ્ટમી પર પાર્ટી ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ બહાર પાડવામાં આવશે. આ ફોર્મ એવા યુવાનો, બેરોજગારો, મહિલાઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે હશે જેઓ રાજકારણમાં જોડાઈને પરિવર્તન લાવવા માંગે છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પક્ષ સાથે તેઓ જોડાયેલા નથી. આમ આદમી પાર્ટી એવા બધા લોકોને એક પ્લેટફોર્મ આપશે જે ભ્રષ્ટાચારથી પરેશાન છે.

આ સમાચાર શેર કરો