Mehsanaમાં ટ્રેનર વિમાન દુર્ઘટના અંગે AAIBએ પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો
Mehsana News: ગુજરાતના મહેસાણા જિલ્લામાં 31 માર્ચ, 2025ના રોજ ખાનગી ઉડ્ડયન એકેડેમીનું એક પ્લેન ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્ર

Mehsana News: ગુજરાતના મહેસાણા જિલ્લામાં 31 માર્ચ, 2025ના રોજ ખાનગી ઉડ્ડયન એકેડેમીનું એક પ્લેન ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં એક મહિલા પાયલ ઈજાગ્રસ્ત થઈ હતી. બ્લુ રે એવિએશનના સેસના 152 વિમાન, VT-PBAનો અકસ્માતનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ આજે શનિવારે (19 જુલાઈ) અકસ્માતનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ટ્રેઈની પાયલટ એકલા ક્રોસ કન્ટ્રી ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન વિમાનનો મહેસાણા ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો અને ખેતરમાં ક્રેશ થયું હતું. સમગ્ર ઘટનાને લઈન ગ્રામજનોએ ઘાયલ પાયલટને બચાવીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તપાસ રિપોર્ટમાં શું આવ્યું સામે?
બ્લુ રે એવિએશનના સેસના 152 વિમાન, VT-PBAના ટ્રેની પાયલટ ડ્યૂટી પર આવ્યા બાદ તેમનું પ્રી-ફ્લાઇટ બ્રેથલાઈઝર ટેસ્ટ કર્યો હતો. જેમાં ટેસ્ટનું રિઝલ્ટ પણ સામાન્ય હતું. આ વિમાન સર્કિટ અને લેન્ડિંગ, બે ક્રોસ-કન્ટ્રી ઉડાન અને ત્રણ ઈન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈંગ એક્સરસાઈઝ કરવાની હતી.
જ્યારે ટ્રેઈની પાયલટને એકલા ક્રોસ-કન્ટ્રી ઉડાન ભરવાનું કહ્યું હતું. જેમાં તેમને મહેસાણાથી બાંસવાડા અને ડીસા થઈને પરત મહેસાણા આવવાનું હતું. પાયલટને આઉટબાઉન્ડ FOSS અને ઈનબાઉન્ડ F065 માટે ઉડાન ભરવાની હતી. વિમાને સવારે 9:46 વાગ્યે રનવે 05 પરથી ઉડાન ભરી હતું. ટેકઓફ પછી વિમાનમાં કંઈ અસામાન્ય નહોતું.
ડીસાથી પરત મહેસાણા આવતા સમયે વિમાન સંપર્ક તૂટ્યો
ડીસાથી પરત મહેસાણા આવતા સમયે વિમાન ATCના સંપર્કમાં હતું. ATC એટલે એર ટ્રાફિક કન્ટ્રોલ, જે વિમાનને રસ્તો બતાવે છે. મહેસાણા એટીસી (ગ્રાઉન્ડ વીએચએફ, M/s BRAPL દ્વારા સંચાલિત) સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો. એક આસિસ્ટન્ટ ફ્લાઈટ પ્રશિક્ષક (AFI)ના જણાવ્યા અનુસાર, ટ્રેઈની પાયલટે મહેસાણાથી 4 નોટિકલ માઇલ પહેલા 2000 ફૂટની ઊંચાઈએ હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ વિમાન અને મહેસાણા ATC વચ્ચે કોઈ સંપર્ક થયો નહીં. જેમાં સંસ્થાએ વિમાનનો સંપર્ક કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે શક્ય બન્યો નહીં.
આ પછી ડેપ્યુટી ચીફ ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટર વિમાનને શોધવા માટે ઉડાન ભરી હતી. આ પછી અન્ય એક ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટર પણ VT-PBA વિમાનને શોધવા નીખળ્યા હતા. પરંતુ તેમાં તેમને કોઈ સફળતા મળી ન હતી.
વિમાન મહેસાણામાં એક ખેતરમાં પડ્યું
સમગ્ર ઘટના બાદ વિમાન મહેસાણાના ઉચરપી ગામના એક ખેતરમાં પડ્યું હતું. વિમાન પડતાની સાથે જ ઈમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ELT) શરૂ થયું હતું. ELT એક એવું યંત્ર છે કે, જે દુર્ઘટના થતાં જાતે જ સિગ્નલ મોકલી દે છે. દુર્ઘટના બાદ ગ્રામજનોએ પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 'ટ્રેઈની પાયલટ છેલ્લી વખત મહેસાણામાં 4 નોટિકલ માઈલ પહેલા 2000 ફૂટની ઊંચાઈએ હોવાની જાણકારી આપી હતી.'







